________________
મહારાજ સાહેબ,
‘વાસના’ ના ક્ષેત્ર અંગે
આપના તરફથી મળેલ બહુમૂલ્ય માર્ગદર્શન બદલ
આપનો આભાર માનવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી.
બાકી, સ્પષ્ટ શબ્દોમાં કહું તો આખો ય
વર્તમાનયુગ ‘વાસના યુગ’ હોવાની જાણે કે સતત
પ્રતીતિ થઈ રહી હોય એવું વાતાવરણ સંસારમાં ચારેય બાજુ ખડકાયું છે.
ક્યાં બચવું એ તો પ્રશ્ન છે જ પરંતુ
કઈ રીતે બચવું એ તો બહુ મોટો પ્રશ્ન છે. પણ,
આપના તરફથી મળેલ માર્ગદર્શને ‘કઈ રીતે બચવું’
એ પ્રશ્નનું બહુ મોટું સમાધાન આપી દીધું છે.
વચન આપું છું આપને કે
આપના માર્ગદર્શનને આધારે જીવનમાં
વાસનાને નિયંત્રણમાં રાખવા તમામ પ્રયાસો હું કરીને જ રહીશ.
હવે પુનઃ મૂળ મુદ્દા પર આવું ?
શરીર પરનાં વસ્ત્રોનું માપ નક્કી કરવામાં
બહુ વાંધો નથી આવતો,
પગના બૂટનું માપ પણ
આસાનીથી નક્કી કરી શકાય છે,
પેટમાં પધરાવાતાં ભોજનનાં દ્રવ્યોનું
પ્રમાણ પણ સરળતાથી નક્કી કરી શકાય છે
પર્યુ
સંપત્તિનું માપ શેં નક્કી કરવું,
એ સમજાતું જ નથી.
આપના સંસારી અવસ્થાના સમયમાં
જે ચીજ જેટલા પૈસામાં મળતી હતી
એ જ ચીજ અત્યારે કદાચ એટલા રૂપિયા આપતા ય મળતી નથી.
પ
૩૮
સ્પષ્ટ શબ્દોમાં કહું તો આપના સમયમાં વસ્તુઓ સસ્તી હતી, રૂપિયો મોંઘો હતો
અર્થાત્ ઓછા રૂપિયામાં ઘણી બધી વસ્તુઓ મળતી હતી જ્યારે આજના કાળે રૂપિયો સસ્તો થઈ ગયો છે, વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે
અર્થાત્ થોડીક વસ્તુઓ ખરીદવા ઘણા-બધા રૂપિયા ચૂકવવા પડે છે.
આજની આ સ્થિતિ સુધરવાની તો કોઈ આશા નથી બલ્કે વધુ ને વધુ બગડવાની સંભાવના છે. કદાચ એમ કહું કે
આજ કરતા આવતીકાલ ખરાબ જ આવવાની છે
તો એ ય ખોટું નહીં હોય.
હવે આપ જ કહો,
વિપુલ સંપત્તિ વિના
ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાશે ખરું ?
અને વિપુલ સંપત્તિ અર્જિત કરવા
યુવાવયમાં દોડધામ કર્યા વિના ચાલશે ખરું ? આપ કહો છો કે
વિષયવાસના કરતા અર્થલાલસા
વધુ ખતરનાક છે અને વધુ ભયંકર છે.
આપની એ વાતમાં કદાચ સંમત થઈ પણ જાઉં પરંતુ દાતરડા જેવો પ્રશ્ન એ છે કે
ભવિષ્યની સુરક્ષાનું શું ? પારિવારિક જવાબદારીઓનું શું ? સહુની સમાધિનું શું ?
મનની સ્વસ્થતાનું શું ?