________________
, જીવનમાં વાસનાના પ્રાબલ્યનાં કેટલાંક વરસો જ હોય છે.
જ્યારે લોભના પ્રાબલ્યનાં વરસો કેટલાં હોય છે એનો કોઈ અંદાજ નથી. હું તને જ પૂછું ? કદાચ ૧૦/૧૨/૧૪વરસની વય સુધી તારા મનમાં યુવતીનું કોઈ જ આકર્ષણ નહોતું એમ તું જરૂર કહી શકીશ પણ એ વયમાં પૈસાનું પણ કોઈ આકર્ષણ નહોતું જ એમ કહી શકવાની તારી તૈયારી ખરી? એ જ રીતે લગ્નજીવનમાં પ્રવેશ કર્યા બાદ ૫ ૧૦ કે ૧૫ વરસ બાદ સ્ત્રીનું આકર્ષણ તારા મનમાં ખતમ થઈ જ જશે એમ તું હજી કદાચ કહી શકીશ પણ ધંધાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ ૧૦૧૫ વરસ પછી તારા મનમાં પૈસાનું કોઈ જ આકર્ષણ રહેવાનું નથી એમ તું આજે છાતી ઠોકીને કહી શકવાની હિંમત ધરાવે છે ખરો ? ના. બિલકુલ નહીં ! તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે.
સ્ત્રી મનમાં અને જીવનમાં મોડી આવે છે, વહેલી રવાના થઈ જાય છે.
જ્યારે પૈસો મનમાં અને જીવનમાં બહુ વહેલો આવે છે. અને મોત આવે છે ત્યારે ય જવાનું નામ નથી લેતો. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે વિષયવાસના અને અર્થલાલસા, બંનેય ખતરનાક તો છે જ છતાં ખતરનાકતાની ટકાવારી મૂકવી હોય તો કહી શકાય કે વિષયવાસનાની ખતરનાકતા જો ૨૦ ટકા જેટલી છે તો અર્થલાલસાની ખતરનાકતા ૮૦ટકા જેટલી છે. તેં તારા પોતાના અનુભવની જે વાત લખી છે એના સંદર્ભમાં એટલું જ લખવાનું કે અત્યારે તારા મનમાં યુવતીના ચાલી રહેલ વિચારો એ તારી ૨૫ વરસની યુવાનવયને આભારી છે. જ્યાં એ વય ૩૦૩૫ ૪૦૪૫ ઉપર પહોંચશે, આજનું તારું એ આકર્ષણ કદાચ વિકર્ષણમાં પરિણમી ગયું હશે. સાંભળ્યું છે તે આ દૃષ્ટાન્ત? સ્ટેશનેથી ઘરે આવેલા યુવકનું પેન્ટ અને ખમીસ, બંને કાળા થઈ ગયા હતા. એના મિત્રે એને પૂછી લીધું, “આ શું ?' ‘કાંઈ નહીં. પત્ની બે મહિના માટે પિયર જઈ રહી હતી. એને મૂકવા હું સ્ટેશને ગયો હતો. જેવી એ ગાડીના ડબ્બામાં બેસી ગઈ, હું આનંદમાં આવી ગયો. દોડીને ગાડીનું જે એન્જિન હતું, એને ભેટી પડ્યો. આ પેન્ટ અને ખમીસ એમાં કાળા થઈ ગયા ! આ દૃાન્ત શું કહેવા માગે છે એ તું સમજી ગયો હોઈશ.