________________
જય, તારો પત્ર વાંચ્યો. એક વાત તને જણાવું ? વિપુલ સંપત્તિ [MORE MONEY] નું ભૂત જેનાં પણ મન પર સવાર થઈ ગયું હશે એનાં મન પર શીઘ્ર વિપુલ સંપત્તિ' [INSTANT MORE MONEY)નું ભૂત પણ સવાર થઈ ગયું જ હશે. અને ‘શીધ્ર વિપુલ સંપત્તિ'ના ભૂતનો શિકાર બનેલ માણસ ‘કોઈ પણ રસ્તે વિપુલ સંપત્તિ' (ANY HOW MORE MONEY] ના ભૂતનો શિકાર પણ બનેલો જ હશે.
ટૂંકમાં,
ભાખરીની કોર ખાધા પછી આગળ ભાખરી ખાતા અટકી જવાનું જેમ મુશ્કેલપ્રાયઃ છે તેમ વિપુલ સંપત્તિને જીવનનું લક્ષ્ય બનાવ્યા પછી શીધ્ર વિપુલ સંપત્તિ અને ગમે તે રસ્તે વિપુલ સંપત્તિ - આ બંને વૃત્તિના શિકાર બનતા અટકી જવું અશક્યપ્રાયઃ છે.
શ્રીમંત નર સદા સુખી'ના આજના કાળના પ્રચલિત સૂત્રની વાત તેં મને પૂર્વ પત્રમાં લખી છે ને? એ સુત્રને આધારે જેમણે પણ પોતાની જીવનવ્યવસ્થા ગોઠવી દીધી છે એમનાં જીવનમાં ડોકિયું કરવાની તક તને ક્યારેક મળે તો એ તક તું ઝડપી લેજે. તને જે જોવા મળશે એ જોઈને તું સ્તબ્ધ થઈ જઈશ. શરીર પર ચડી ગયા હોય સોજા અને લોકો માને કે ‘શરીર તંદુરસ્ત છે”
પગમાં પહેરેલા બૂટ જબરદસ્ત ડંખતા હોય અને લોકો એ બૂટના વખાણ કરતા થાકતા ન હોય, ટુડિયોમાં પડાવેલ ફોટાને ઍવોર્ડ મળ્યો હોય અને છાતીના પડાવેલ ઍક્સ-રેમાં નિદાન કૅન્સરનું થયું હોય. આ સ્થિતિ જેવી દયનીય હોય છે. એના કરતાં અનેકગણી દયનીય સ્થિતિ એ શ્રીમંતની હોય છે કે જેની પાસે સંપત્તિ વિપુલ છે પણ મનની પ્રસન્નતા નથી, હૃદયની નિર્દોષતા નથી, સંબંધોમાં સ્થિરતા પણ નથી અને આત્મીયતા પણ નથી, વચનમાં માધુર્ય નથી, વફાદાર મિત્રો નથી, સજ્જનોનો સંગ નથી, સમાધાનવૃત્તિ નથી, પરોપકાર માટે સમય નથી, ચહેરા પર સાચું સ્મિત નથી. શું લખું તને ? ઑપરેશન સફળ થઈ જાય પણ દર્દીનું જીવન સમાપ્ત થઈ જાય, એવી હાલત સર્જાય છે એ શ્રીમંત લોભીની કે જેની પાસે પૈસારૂપી ૧૧ મા પ્રાણની બોલબાલા હોય છે પરંતુ એ ૧૧ મા પ્રાણની આધારશિલા ગણાતા ૧૦ પ્રાણો જેના ઑક્સિજન પર હોય છે. કરવાનું શું આ ૧૧ મા પ્રાણની વિપુલતાનું ?
૩૩