________________
ય, આમ જોવા જઈએ તો સંસારનાં તમામ સુખો [?] નો સમાવેશ બે જ પરિબળોમાં કરી દેવો હોય તો એ પરિબળોનાં નામ છે, કંચન અને કામિની. “કંચન'ના સુખમાં પદ-પ્રતિષ્ઠા-ખ્યાતિ-કીર્તિ-સત્તા-અહં વગેરે મનકેન્દ્રિત તમામ સુખોનો સમાવેશ થઈ જાય છે
“કામિની'ના સુખમાં શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે શરીર કેન્દ્રિત તમામ સુખોનો સમાવેશ થઈ જાય છે. ગણિત સ્પષ્ટ છે. માણસ મનનાં સુખો માટે એકવાર શરીરનાં સુખો જતા કરવા પડે તો પળની ય વાર લગાડ્યા વિના જતા કરી શકે છે. અરે, જેની પાસે કેવળ શરીર સુખો જ ઉપલબ્ધ છે અને મનનાં સુખોના નામે કશું જ નથી એ વ્યક્તિને માણસ ‘તુચ્છ'ની કક્ષામાં મૂકી દેતા જરાય અચકાતો નથી. શું કહું તને? શ્રીમંત અને ગરીબ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતના કેન્દ્રમાં ય મુખ્યતયા આ જ વાત છે. પોતના અહંને પુષ્ટ કરી શકે એવાં સુખો - સાધનો જેની પાસે પર્યાપ્ત માત્રામાં છે એ શ્રીમંત છે અને અહં પુષ્ટ કરી શકે એવાં સુખ - સાધનો જેની પાસે નહિવત્ છે અથવા તો છે જ નહીં એ ગરીબ છે.
પેટ બરફીથી ભરાય છે એવું નથી, રોટલીથી ય ભરાય છે પણ શ્રીમંત માણસ બરફી ખાવાનું એટલા માટે પસંદ કરે છે કે બરફી ખાવાથી પેટ ભરવા સાથે અહં પણ પુષ્ટ કરી શકાય છે. લાજ તો સાદાં વસ્ત્રોથી ય ઢંકાઈ શકે છે. પણ મોંઘાદાટ વસ્ત્રો પહેરવાની મજા એ છે કે એનાથી લાજ ઢંકાવા ઉપરાંત અહંને પણ તગડેબાજ બનાવી શકાય છે. કાંડા પર ચાલુ ઘડિયાળ હોય તો ય સમય જોઈ શકાય છે પરંતુ અહંને ભોજન આપવા માટે સોનાના પટ્ટાવાળી અને હીરાઓ જડેલા ડાયલવાળી ઘડિયાળ પહેરવી જરૂરી છે. ફિયાટ ગાડી પણ મંજિલે પહોંચાડી દેવા સક્ષમ છે પણ સહુ વચ્ચે ખોંખારો ખાતા રહેવા માટે ૨૫૫૦ લાખની ગાડી હોવી જરૂરી છે. જય, સંપત્તિનું સુખ શું છે, એ જાણવું છે તારે ? આ રહ્યો એનો શાસ્ત્રીય જવાબ. 'अभिमानैकफलेयं लक्ष्मी' અભિમાન પુષ્ટિ એ જ છે લક્ષ્મીનું એક માત્ર ફળ. જે અભિમાનથી નથી પેટ ભરાતું, નથી રોગ રવાના થતો,. નથી કાન સતેજ થતા, નથી મોત સુધરતું કે નથી સદ્ગતિ થતી એ અભિમાનને પુષ્ટ કરતા રહેવા માણસે જિંદગીના તમામ શ્વાસોચ્છવાસો જુગારમાં મૂકી દીધા છે. કરુણતા જ છે ને?
૩૩