________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂએ એ રીતે ધીમે રહીને લોખંડની પાંચશેરી હઠીસિંગભાઈના પગે અડાડે છે. હઠીસિંગભાઈ એકદમ જાગી જાય છે અને ડોશીમાનો પરિચય મેળવી એમના ઘેર આવવાનું પ્રયોજન પૂછે છે. ડોશીમા વિગતે એ જણાવે છે. ક્ષણભર માટે હઠીસિંગભાઈ પણ વિચારમાં પડી જાય છે અને પછી કહે છે કે હા, મહારાજ સાહેબે જે કહ્યું છે એ સાચું છે, લોખંડમાંથી સોનું થતા થોડીવાર લાગશે એમ કહીને ડોશીમાને ત્યાં જ બેસાડી રાખીને બંગલામાં અંદર શેઠાણી પાસે જાય છે અને સઘળી વાત કરે છે અને કહે છે કે આ તો સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર છે. શેઠાણી પણ એવા પવિત્ર અને ધર્મી હતા. હઠીસિંગભાઈ સોનાની પાંચશેરીના બદલામાં એટલા જ વજનના દાગીના તોલીને લઈને બહાર આવે છે અને ડોશીમાને આપે છે. શું શીખ્યા? એમ જૂઓ તો આજના નેતાઓ પણ સાધુની જેમ પાંચ મહાવ્રત ધારી હોય છે. ઉદ્ધાટન, ચાટણ, ભાષણ, આશ્વાસન અને દેશાટન એ એમના પાંચ વ્રતો એ મોટેભાગે સારી રીતે પાળતા હોય છે. એમને આદર્શ તરીકે ગણવાની જરૂર નથી. પણ પવિત્ર અને ત્યાગી ધર્માત્માઓને જોઈને તમારામાં પણ પરિવર્તન આવવું જોઈએ. “ધર્મ કરતી વખતે અન્ય વ્યક્તિઓને કેવી રીતે મદદરૂપ થવાય, એ વિચારવું જોઈએ. દવાનું નામ લેવા માત્રથી બીમારી ન જાય, દવાને ગળવી પડે અને પથ્યપાલન કરવું પડે. પરમાત્માનું માત્ર નામ લેવાથી નહી પણ પરમાત્માએ બતાવેલો ધર્મ પૂરેપૂરો જીવનમાં આચરણમાં લાવવાથી કલ્યાણ થાય.” મોટેભાગે તમારા જીવનમાંથી પ્રમાણિકતા જતી રહી છે, નૈતિક દૃષ્ટિથી અધ:પતન થયેલ છે એટલે પછી ધર્મ કેવી રીતે કરી શકો? એક વખત આ આર્યભૂમિ દુનિયા માટે આદર્શ હતી એની આજે કેવી દુર્દશા થઈ ગઈ છે? બુદ્ધિનો અને ઇન્દ્રીયોનો દુરૂપયોગ થઈ રહ્યો છે. બુદ્ધિનો ઉપયોગ તત્ત્વ ચિંતન, પરોપકાર અને આત્મકલ્યાણમાં કરવાનો હોય, દુનિયાને ઠગવામાં નહીં.
એક વખત સાબરમતીમાં ચોમાસા વખતે જેલમાં પ્રવચન આપવા જવાનું થયેલું. એ વખતે જેલના અધિકારીઓ જેલની બધી વ્યવસ્થા બતાવતા હતા. બહાર નીકળતી વખતે બન્યું એવું કે બે-ચાર નવા કેદીઓ ત્યાં આવેલા.
For Private And Personal Use Only