________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસર્જન કરવા માટે પણ પૈસા જોઈશે. આત્મારામ જતા રહેશે તો ઘરવાળા પણ શરીરને રાખવા તૈયાર નહીં થાય. પશુ તો મરીને પોતાના હાડકા, માંસ, ચામડું ઘણું બધું આપીને જાય છે. તમે તો ઘરવાળાને પણ રોવડાવીને જાવ છો.
ધર્મનું પ્રાણ તત્વ શું છે એ વિચારો. ધર્મ ક્યાં પેદા થાય છે અને ક્યાં રહે છે? ધર્મની વૃદ્ધિ કેવી રીતે થાય છે. ધર્મને જીવનમાં વ્યાપક કેવી રીતે બનાવી શકાય. ધર્મની સ્થાપના જીવનમાં કેવી રીતે થાય? ધર્મની પૂર્ણ સ્થિરતા કેવી રીતે થાય? ધર્મનો નાશ કેવી રીતે થાય? આવા બધા પ્રશ્નો અંગે કદી વિચાર કર્યો છે?”
આવા વિચારોને મહેમાન નહીં, માલિક બનાવા. એના ઉપર વિચારો અને અને અમલમાં લાવો તો પુણ્યનો લાભ મળશે. “સત્યમાંથી ધર્મ ઉત્પન્ન થાય છે. જ્યાં સત્ય છે ત્યાં શ્રદ્ધા છે. પરમાત્માના વચનામાં પરમ તત્ત્વ સમાયેલું છે. માટે “પરમાત્માના વચનોને નિઃશંક બનીને સ્વીકાર કરો. પરમાત્માના તત્ત્વોને સમજવાનો તમારો ક્ષયોપશમ નથી પણ શ્રદ્ધાપૂર્વક એને પરમ સત્ય તરીકે સ્વીકારો. આ જ પરમ સમ્યક દર્શન છે, એને અલગ અલગ દષ્ટિકોણથી સ્વીકારો એ સમ્યક જ્ઞાન છે અને એને જીવનમાં આચરણમાં લાવો તો એ સમ્યક ચારિત્ર છે. આખી રત્નત્રયીની આરાધના સત્યની ઉપાસના દ્વારા થાય છે. પૈસાથી નહીં. આચરણથી સત્યનો પ્રયોગ થવો જોઈએ.
સત્ય જ પરમાત્મા સુધી પહોંચવાનો રાજમાર્ગ છે.' સત્ય જ પરમાત્મા છે, પ્રકાશ છે, પૂર્ણતા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.” અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓ હોય તો દૂર કરો. એકવાર “સમ્યફ શ્રદ્ધા અને સમ્યફ દર્શન આવી જાય તો પછી એ વ્યક્તિ ક્યાંય ઠોકર નહીં ખાય. સંસાર પણ એને માટે મંદિર બની જશે. સત્ય જીવનનું ચોકીદાર છે, એ પાપને પ્રવેશવા નહીં દે. “સત્યનું વર્તમાન બહુ કઠોર હોય છે પણ સ્વભાવથી બહુ સુંદર હોય છે.” એની કસોટીમાંથી પસાર થવું પડે. સત્યની અગ્નિ પરીક્ષા તો રાજા હરિશ્ચંદ્રને પણ આપવી પડી હતી, કઠોર સાધના કરવી પડી હતી. એમનું મૃત્યુ મોત્સવ બની ગયું હતું. કોઈપણ સાધનાના વર્તમાન કઠોર હોય છે.
૧0
For Private And Personal Use Only