________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજની શાળા કોલેજોમાં અપાતું નથી. ચારિત્રવાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચો અને જાણો તો સારા ભાવો પેદા થઈ શકે. આજે તો સરસ્વતીના ઘરમાં જ અંધકાર પ્રવર્તે છે. બાળકો ભણે છે પણ સાચો વિકાસ ક્યાં છે? જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સમ્યક્દર્શન હશે ત્યાં ચારિત્ર સુરક્ષિત રીતે સચવાઈ રહેશે અને જીવનમાં ક્યારેય દુરાચાર પ્રવેશ નહીં કરે.’ હોટેલ, સિનેમા અને ઇન્ટરનેટ જેવા આધુનિક વ્યસનોમાં આજનું યુવાધન લૂંટાઈ રહ્યું છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની ભાવના આજે લુપ્ત થતી જાય છે. યુવાનોને જોઈને સાધુને દયા આવે છે કે એમને ઘેર ખાવા મળતું હશે કે નહીં? જાણે સાક્ષાત સુદામા જોઈ લો. ‘શાસ્ત્રકાર ભગવંતોએ ચારિત્રને હીરાની ઉપમા આપી છે.’ બ્રહ્મચર્ય એ બધા વ્રતોનો રાજા છે. એ જો ન હોય તો જીવનમાં કંઈ ઓજ નહી રહે કે સત્વ નહીં દેખાય. સાધુ પણ ગોચરીએ નીકળે કે એ સિવાય પણ સંજોગવશાત કોઈ એની પાસે દેહસુખની માંગણી કરે કે
એવા કોઈ વિકટ સંજોગોમાં મૂકાવું પડે તો સાધુ એની પાસે રહેલી ત૨૫ણીની દોરીથી જીવન ટૂંકાવી નાંખે પણ બ્રહ્મચર્ય ખંડિત ન થવા દે એવા દાખલા ભૂતકાળમાં બનેલા છે. સાધુ જીવનમાં પણ ક્યારેક કોઈ દોષ સેવન થઈ જાય તો શુદ્ધિનો ઉપાય છે. પણ બ્રહ્મચર્ય વ્રતના ભંગનો કોઈ ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યો નથી. પ્રાણના ભોગે પણ બ્રહ્મચર્યનું પાલન કરો. એવો સંયમ તમારામાં પણ આવે એવી ભાવના રાખો. દરેક ક્ષણે મોત તરફ આગળ વધી રહ્યા છો એ વિચારીને પણ કુટેવો, વ્યસનો છોડવા જેવા છે. જરા સરખો પણ વિકાર પેદા થતાં આંખે મરચાંની ભૂકીની પોટલી બનાવી એક કલાક માટે નરેન્દ્રએ (સ્વામી વિવેકાનંદે) બાંધી દીધી હતી. પોતાની માતાના આગ્રહ છતાં પણ એ પોટલી ખોલી ન હતી અને સ્વેચ્છાએ આ રીતે દંડ સ્વીકાર્યો હતો. યુનોની મહાસભામાં આખા અમેરિકાને ધ્રુજાવી દે એવું દેશદાઝ ભરેલું વ્યાખ્યાન એમણે આપ્યું હતું. એવા એ મહાપુરૂષ હતા. આજે ક્યાં છે આવા નરેન્દ્રો? બ્રહ્મચર્યનું પાલન કરે એવા આત્માઓને વંદન કરો.
‘પરમાત્માના શાસનમાં રહેવાવાળી કોઈ વ્યક્તિ દુર્ગતિમાં ન જવી જોઈએ.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only