________________
જીવવિચાર પ્રકરણ
૫૭
જીવવિચાર (ભાગ ૧ લો)
મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારીઓ. भुवण-पईवं वीरं, नमिऊण भणामि अबुह - बोहत्थं । -વોઇસ્ત્ય નીવ-સર્વ િિચવિ, નન્હેં મળિયું પુત્વ-સૂરીહિં ॥ શ્॥ અન્વય: મુવળ-પડ્યું વીર, નમિઝા, નહ પુવ-સૂરીહિં મળિયું । ( તત્ત્ત) વિધિવિ-નીવ સસ્તવ, અનુ-વોહસ્ત્ય મળમિ. ॥ ॥ શબ્દાર્થ
ભુવણ-ત્રણ લોક, પઇવં- દીવો, ભુવણ-પઇવં- ભુવનમાં દીપક સમાન, વીરું-મહાવીર સ્વામીને, નમિઊણ- નમસ્કાર કરીને. જહ- જેમ, પુર્વી- પૂર્વના, સૂરિ-આચાર્ય, પુર્વીસૂરીહિં પૂર્વના આચાર્યોએ, ભણિયું-કહ્યું છે. કિંચિવિ-કાંઈક, જીવ-જીવ. સરૂવં-સ્વરૂપ. જીવસરૂવં-જીવનું સ્વરૂપ. ભણામિ-કહું છું, કહેવાનો છું.૧.
ગાથાર્થ
ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરી, પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે, (તેમ) જીવોનું કાંઈક સ્વરૂપ- અજ્ઞાની જીવોને સમજાવવા કહું છું. ૧.
સામાન્ય વિવેચન
આ ગાથામાં મુખ્યપણે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી એ પાંચ હકીકતો જણાવી છે.
૧. ભુવનમાં દીપક સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર