________________
ચાલે તેમ તો હતું જ નહીં, વેદોથી ન ચાલ્યું એટલે સ્કૂલો, કૉલેજો ઉઘડાવી દેશના લાખો-કરોડો રૂપિયા ખર્ચા, પણ તેમાં પાક્યપુસ્તકો પરદેશી લેખકોએ લખેલા, તેઓએ પસંદ કરેલા. તેના ઉતારા અને તેના સંગ્રહરૂપ જ ચાલ્યા. પતંજલિનું યોગશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર, ચરકની સંહિતા, શ્રી હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ વગેરે ભારતના ભૂષણરૂપ ગ્રંથો બાજુએ રહી ગયા, અને આર્યેતર પરદેશીઓના ગ્રંથોના પ્રચારનો ધોધ ચાલ્યો, સ્વામીજીના આ કૃત્યને દ્રોહ સિવાય બીજું નામ આપી શકાતું જ નથી.
તેમણે જૈન દર્શનના ખંડન પ્રસંગે જૈન શાસ્ત્રમાં વર્ણવાયેલ જીવના સ્વરૂપની મશ્કરી ઉડાવવામાં ભારતીય સાહિત્યની ખૂબી વિષેની તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈપણ વ્યક્ત કર્યાનું જોવામાં આવતું નથી. તેમના વિચારોને તે લોકો જ માન આપે છે કે જેઓ હાલના વિજ્ઞાનથી અંજાય ને એકરૂપે યા બીજા રૂપે તે વિજ્ઞાનના અંધ અનુયાયી થયેલા છે.
હાલના વિજ્ઞાનેય હાડકાં વગેરે એકઠાં કરીને પ્રાચીન કાળમાં પ્રાણીઓ કેવડાં મોટાં હતાં ? તેની જે શોધો બહાર મૂકી છે, તે સાંભળીને સ્વામીજી જીવતા હોત તો પોતાના અજ્ઞાન ઉપર પોતે જ ફિટકાર વરસાવત.
આર્ય પ્રજાનાં બાળકોને ખાસ કર્તવ્ય છે કે, હાલનું વિજ્ઞાન ગમે તેટલી મથામણ કરે, પણ ભારતીય જ્ઞાની પુરુષોના આશય સમજવાને માટે હજુ તેમને સેંકડાઓ જોઈશે. વાસ્તવિક અને સત્યજ્ઞાન એટલું બધું અગાધ છે તે જગત્ પાસે કબૂલ કરાવવું જોઈએ. પરંતુ સ્વામીજીને એ કાંઈ ન સૂઝયું. આપણા આર્યબંધુની