________________
८८
જીવવિચાર પ્રકરણ
શબ્દાર્થ ચઉરિંદિયા- ચાર ઇન્દ્રિયવાળા, વિચ્છુ- વીંછી, ઢિંકુણબગાઈ, ભમરા- ભમરા, ભમરિયા- ભમરીઓ, તિઠ્ઠા- તીડ, મચ્છિય- માખી, ડંસા- ડાંસ, મસગા-મચ્છર, કંસારી- કંસારી, કવિલ-કરોળીયો, ડોલાઈ- ખડમાંકડી વગેરે. ૧૮.
ગાથાર્થ
વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા અને ખડમાંકડી, વગેરે ચાર ઇન્દ્રિયોવાળા (જીવો) છે. ૧૮.
સામાન્ય વિવેચન
આમાંના દરેક જીવો આપણા દેશમાં સૌને જાણીતા છે. છતાં કોઈ અભ્યાસીના ખ્યાલમાં ન હોય, તો અધ્યાપકે તે પ્રત્યક્ષ ઓળખાવવા.
ખડમાંકડી- શરીર ઉપર મૂત્ર કરે તો ફોલ્લા થાય છે.
ચઉરિન્દ્રિય જીવોને વધારામાં ચક્ષુ-આંખ ઇન્દ્રિય હોય છે. વગેરે શબ્દથી ભણકુત્તિકા, પતંગિયા, ડિંઢણ વગેરે લેવા. બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય જીવો ગાથાર્થમાં કેટલાક ગણાવ્યા છે. તે ઉપરાંત પણ ઘણા જીવો હોય છે.
બેઇન્દ્રિય જીવોને મોટે ભાગે પગ નથી હોતા. તેઇન્દ્રિયને ૪-૬ કે વધારે પગ હોય છે. ચૌરિન્દ્રિયને ૬-૮ પગ હોય છે.. પંચેન્દ્રિયને બે કે ચાર અથવા આઠ પગ હોય છે, સાપ, માછલાં વગેરેને ખાસ પગ ન પણ હોય.