________________
૮૬
જીવવિચાર પ્રકરણ
શબ્દાર્થ ગોમી- કાનખજુરા, મંકણ- માંકડ, જૂઆ- જા, પિપીલિકીડી, ઉહિયા- ઉદ્ધઇ(ઉધઈ) મકોડા-મંકોડા, ઈલિય- ઈયળ, ઘય-મિલ્લિઓ- ધીમેલો, સાવય- સાવા, ગોકીડ-ભાઈઓગીંગોડાની જાતિઓ. ૧૬. ગદહય- ગયા. ચોરકીડા-છાણના કીડા, ધનકીડા- ધનેડા, અનાજના કીડા, કુંથુન કંથવા, ગોવાલિયગોપાલિક, ઈલિયા- ઈયળ, ઈદગોવાઈ- ઈન્દ્રગોપ વગેરે. તેઇન્દ્રિય- ત્રણ ઇન્દ્રિયવાળા. ૧૭
ગાથાર્થ કાનખજુરા, માંકડ, જૂ, કીડી, ઉદ્ધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા અને ગીંગોડાની જાતો (તથા) ગદ્વૈયા, વિષ્ઠાના જીવડા, છાણના જીવડા, ધનેડા, કંથવા, ગોપાલિક, ઈયળ, ગોકળ (ઈન્દ્ર) ગાય વગેરે તે ઇન્દ્રિય (જીવો) છે. ૧૬-૧૭
સામાન્ય વિવેચન કાનખજુરા - ઘણા પગવાળા લાંબા થાય છે.
માથાની કાળી અને કપડાની ધોળી, તથા લીખ. કિીડીઓ- લાલ, કાળી, નાની, મોટી વગેરે. ઉદ્ધઈ- જમીનમાં તેની રાણીના તાબામાં નગર વસાવીને (ઉધઈ) રહે છે, અને લાકડા, કાગળ, કપડાં વગેરે કોરી
ખાય છે. ઈયળ- ચોખા વગેરેમાં થાય છે. ઘીમેલ- ખરાબ ઘીમાં થાય છે. સાવા- વાળના મૂળમાં ઉત્પન્ન થઈ, ત્યાં જ ચોંટી રહે છે.