________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત, અનેક વાત પડેલા પોતાના પ્રાણવલ્લભને જોઈને ક્ષણભર વિશલ્યા ધ્રુજી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે પંચપરમેષ્ઠી ભગવંતનું સ્મરણ કરી, લક્ષ્મણજી પાસે બેસી, તેમના વિદારાયેલા વક્ષસ્થલને કરસ્પર્શ કર્યો.
ચારે બાજુ શસ્ત્રસજજ બની, બિભીષણ, સુગ્રીવ, ભામંડલ, હનુમાન, ચંદ્રરશ્મિ, : અંગદ વગેરે ગોઠવાઈ ગયા હતા.
વિશલ્યાના કરસ્પર્શે ચમત્કાર સર્જી દીધો.
અમો વિજ્યા” મહાશક્તિ ધ્રૂજી ઊઠી. લક્ષ્મણજીના દેહને ત્યજી દેવાનું અનિવાર્ય બન્યું. તે મહાશક્તિ એક દેવી હતી. તે લક્ષ્મણજીના દેહમાંથી નીકળીને આકાશમાર્ગે ભાગી.
પણ જેવી તે નીકળીને આકાશમાં ભાગી કે હનુમાનજીએ કૂદકો મારી, તેને પકડી. હનુમાનના હાથમાં સપડાયેલી, મહાશક્તિ મુક્ત થવા તરફડિયાં મારવા લાગી. તે કરગરી પડી.
હનુમાન, મને છોડ. મારો કોઈ દોષ નથી. હું પ્રજ્ઞપ્તિની ભગિની છું. ધરણેન્દ્ર અને રાવણને સોંપી છે. હું શું કરું? વિશલ્યાના પૂર્વજન્મની ઉગ્ર તપશ્ચર્યાના અસહ્ય પ્રતાપને સહન કરી શકવા હું સમર્થ નથી માટે હું જાઉં છું. મને મુક્ત કર.”
હનુમાને મહાશક્તિને મુક્ત કરી. લજ્જાથી નમી પડેલી, મહાશક્તિ અદશ્ય થઈ ગઈ.
વિશલ્યા લક્ષ્મણજીનાં દર્શનથી જ રોમાંચિત થઈ ગઈ હતી. મહાશક્તિ નીકળી જતાં પુન: વિશલ્યાએ લમણાજીના દેહે પોતાનો કોમળ કરસ્પર્શ કરવા માંડ્યો.
ગોશીપચંદન લાવો.' વિશલ્યાએ ભામંડલને કહ્યું. તરત ગોશીષચંદન ઘસીને, લાવવામાં આવ્યું. રત્નના ભાજનમાં ચંદન લઈ, વિશલ્યાએ લક્ષ્મણજીના દેહ વિલેપન કરવા માંડ્યું. મહાશક્તિએ કરેલો ઘા રુઝાવા માંડ્યો અને દેહમાં ચૈતન્ય ધમકવા માંડ્યું. આંખોની પાંપણો ફરફરવા લાગી. ફિકકું પડી ગયેલું મુખ લાલ થવા માંડ્યું.
બીજી બાજુ ભામંડલે પવનવેગી વાયુયાનને લઈ, અંગદને કૌતુકમંગલ મોકલીને, વિશલ્યાની એક હજાર સખીઓને બોલાવી લીધી,
શ્રીરામનાં નયનમાંથી હર્ષનાં ચોધાર આંસુ વરસી રહ્યાં હતાં. તેઓ ઊભા ઊભા લક્ષ્મણજી સામે અનિમેષ નયને જોઈ રહ્યા હતા. તેમનું હૃદય વિશલ્યા
For Private And Personal Use Only