________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીષણ યુદ્ધ .
ફ9૯ વજ જેવા હાથમાં સપડાયેલા હનુમાનને પણ લંકામાં ન લઈ જાય ત્યાં સુધીમાં છોડાવી લેવા જોઈએ.”
બિભીષણે તરત પોતાના રથને ઇંદ્રજિત-મેઘવાહન સામે ખડકી દીધો. બિભીષણની ચારે બાજુ તેની ત્રીસ અક્ષૌહિણી સેના ખડકાઈ ગઈ.
ઇન્દ્રજિત-મેઘવાહન માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ! તે વિચારમાં પડી ગયા: “આ તો પિતાતુલ્ય બિભીષણ સ્વયે આપણી સામે આવી ઊભા. એમની સાથે આપણાથી યુદ્ધ કેમ થાય? એમની આંખો નીચે આપણે નાનાથી મોટા થયા. એમણે જ આપણને યુદ્ધકળા શીખવી, હવે એમની સામે લડવાનું? માટે અહીંથી છૂટવું એ જ એક ઉપાય છે. પૂજ્યથી ડરવામાં શરમ પણ શાની! ઇન્દ્રજિત-મેઘવાહનના રથોએ દિશા બદલી. તેમણે લંકા તરફ રથ હંકારી મૂક્યા, પણ નાગપાશથી બાંધેલા સુગ્રીવ-ભામંડલને રથમાં ઉપાડી જવાનું, તેઓ ભૂલી ગયા હતા! કદાચ ન ભૂલી ગયા હોત તો બિભીષણ તેમને ભાગી જવા પણ ન દેતા
કુંભકર્ણ હનુમાનને બગલમાં દબાવી, સુગ્રીવના સૈન્યને કચડી રહ્યો હતો. શ્રી રામ-લક્ષ્મણ હનુમાનને મુક્ત કરવા વિચાર કરે છે, ત્યાં તો યુદ્ધકોવિંદ અંગદ કુંભકર્ણ તરફ દોડી ગયો.
સુગ્રીવના સૈન્યમાં અંગદ સર્વશ્રેષ્ઠ યુદ્ધકૌશલ્ય ધરાવતો હતો. તે બળ કરતાં બુદ્ધિથી વધુ યુદ્ધ કરતો હતો. તેણે કુંભકર્ણની ચારેય બાજુ ઘુમીને યુદ્ધ કરવા માંડ્યું. ઘડીકમાં તે કુંભકર્ણની ખૂબ નિકટમાં પહોંચી જઈ, કુંભકર્ણને લલચાવતો, ઘડીકમાં દૂર જઈ, શસ્ત્રો ફેંકીને તેને હેરાન કરી નાંખતો. બે-ત્રણ વાર આ પ્રમાણે કરતાં એકવાર કુંભકર્ણ અંગદને પકડવા પોતાનો હાથ એકદમ લાંબો કરી દીધો કે બગલમાંથી હનુમાનજી વીજળીની ત્વરાથી કૂદીને નીકળી ગયા. બસ, હવે હનુમાન હાથમાં આવે શાના! અંગદ અને હનુમાને પ્રબળ વેગથી કુંભકર્ણને ટીપવા માંડ્યો.
બીજી બાજુ, સુગ્રીવ-ભામંડલને નાગપાશથી કેમ મુક્ત કરવા, તે પ્રશ્ન મહત્ત્વનો બની ગયો. શ્રી રામે “મહાલોચન' દેવનું ધ્યાન ધર્યું.
મહાલોચન દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. “શ્રીરામ પોતાને યાદ કરે છે,” એ જણાતાં જ દેવ પોતે યુદ્ધભૂમિ પર આવ્યા. શ્રી રામને પ્રણામ કરીને પૂછ્યું :
કહો, આપનો શો પ્રત્યપ્રકાર કરું? મેં આપેલું વચન મને યાદ છે,' રામે પરિસ્થિતિ કહી. દેવે ત્યાં શ્રીરામને સિહનિનાદ' નામની વિદ્યા આપી. મુશળ અને હળ નામનાં બે શસ્ત્ર આપ્યાં અને રથ આપ્યો.
For Private And Personal Use Only