________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ નાથ, મહારાજા સુગ્રીવે કહ્યું, તે સમગ્ર રાક્ષસકુળના માટે છે. તેમાં બિભીષણ અપવાદરૂપ છે. બિભીષણ સાચે જ મહાત્મા છે. ધાર્મિક વૃત્તિના છે અને ન્યાયનિષ્ઠ છે. સમગ્ર રાક્ષસકુળમાં આ એક જ પુરુષ સત્યના આગ્રહી અને ન્યાય ખાતર સર્વસ્વનો ત્યાગ કરનાર મહાપુરુષ છે.
લંકાની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિથી હું જ્ઞાત છું. ગઈકાલે જ લંકામાં રાવણ અને બિભીષણ વચ્ચે ભયંકર કલહ થયો હતો. બિભીષણે સીતાને બહુમાનપૂર્વક આપને સોંપી દઈ, લંકામાં આપનું આતિથ્ય કરવાની સલાહ આપી, તેમાંથી આ કલહ પેદા થયો. છેવટે રાવણે બિભીષણને લંકા ત્યજી, ચાલ્યા જવા હુકમ કર્યો. અને બિભીષણ આપની સેવામાં ઉપસ્થિત થવા અહીં આવ્યા છે. છેલ્લા સમાચાર મુજબ લંકાની સેનામાંથી ત્રીસ અક્ષૌહિણી સેના બિભીષણની પાછળ, લંકાની બહાર નીકળી, બિભીષણના આદેશને અનુસરવા ઊભી છે, માટે આપ નિઃશંક બની બિભીષણને બોલાવો, તેવી મારી વિનંતી
છે.”
વિશાળની વાત સાંભળી શ્રી રામને પ્રતીતિ થઈ. તેમણે દ્વારપાલને કહ્યું :
એ ધર્માત્મા બિભીષણને સન્માનપૂર્વક લઈ આવો.” બિભીષણે પ્રવેશ કરી, શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી વંદના કરી. શ્રી રામે તરત બિભીષણના બાહુ પકડી, બિભીષણને ઊભા કર્યા અને ભેટી પડ્યા. બિભીષણે કહ્યું :
હે દશરથનંદન, અન્યાયના ઉન્માર્ગે ચઢેલા, મારા અગ્રજનો ત્યાગ કરી, તમારી પાસે આવ્યો છું. આપ મને આપનો ભક્ત સમજો. સુગ્રીવને જેમ આપ આજ્ઞા કરો છો, તેમ મને આજ્ઞા ફરમાવો.” - શ્રી રામ બિભીષણની નમ્રતા, સભ્ય ભાષા અને સૌમ્ય મુખાકૃતિ પર પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું :
હે ધર્માત્મા! તમારી સત્યપ્રિયતા અને ન્યાયનિષ્ઠાની પ્રશંસા મેં સાંભળેલી, આજે તમે એની કસોટીમાં ઉત્તીર્ણ થયા છો. હું પ્રસન્ન થયો છું. આજે જ તમને લંકાનું સામ્રાજ્ય આપું છું. આજથી લંકાના અધિપતિ તમે!
સુગ્રીવ, હનુમાન અને ભામંડલની ત્રિપુટી બિભીષણને લઈ ભોજન કટિરમાં ગઈ. યુદ્ધભૂત અંગે તેઓએ વાર્તાલાપ આરંભ્યો. શ્રી રામ અને લક્ષ્મણ ભોજનાદિથી નિવૃત્ત થઈ, વાર્તાલાપમાં જોડાયા.
For Private And Personal Use Only