________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જૈન રામાયણ ભીલ જેવા એ ભાઈઓ તારા પર પ્રસન્ન થઈ તને શું આપશે? મને જાણવા મળ્યું છે કે તું એમના કહેવાથી અહીં આવ્યો છે. અહીં આવીને તેં શું સાર કાઢ્યો? તારા પ્રાણ તે હોડમાં મૂકી દીધા,
ખરેખર એ તારા સ્વામી દક્ષ છે! ધૂર્ત છે. તને અહીં મોકલીને પારકે હાથે અંગારા ઉપડાવ્યા! ખેર, હું તને મારો શ્રેષ્ઠ સેવક માનતો હતો. આજે, તું બીજાનો દૂત થઈને મારી પાસે આવ્યો છે. માટે તું અવધ્ય છે, માત્ર તને થોડી શિક્ષા કરીને છોડી દઈશ. પણ દુર્મતિ, તેં સાચે જ ખોટું સાહસ કર્યું છે.'
હનુમાને રાવણની વાત સાંભળી લીધી, તેમના અંગે આગ લાગી ગઈ. તેમણે ઉગ્ર ભાષામાં રાવણની ખબર લઈ નાખી,
“અરે દશમુખ, હું જ્યારે તારો સેવક હતો? તું ક્યારથી મારો સ્વામી બની ગયો? તને આવું બોલતાં શરમ નથી આવતી? નિર્લજ્જ, ભૂલી જાય છે એ યુદ્ધનો પ્રસંગ? જ્યારે વરુણરાજે તારા બનેવી ખર વિદ્યાધરને પકડીને કારાગારની હવા ખવડાવી હતી ત્યારે તારી મિત્રતાથી, મારા પિતાએ વરુણરાજ પાસેથી ખરને મુક્ત કર્યો હતો. અને એ જ વરુણના પુત્રો સાથેના યુદ્ધમાં જ્યારે એ રાજીવ સંજીવે તને ધોળા દિવસે આકાશના તારા દેખાડ્યા હતા ત્યારે તેં મને સહાય માટે બોલાવ્યો હતો, યાદ છે એ દિવસો? વરુણના દારુણ પુત્રોના હાથે કિરુણ હાલતે મરતાં, તને કોણે બચાવ્યો હતો? એ બધું તું આજે ભૂલી જાય છે અને તું મને તારો સેવક કહેવાનું સાહસ કરે છે? મારા સ્વામી બનવું છે? નરાધમ, હવે તું સહાયને યોગ્ય નથી; તું મહાપાપી છે, પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે બોલવું પણ મારા માટે પાપ ગણાય છે.
તારા પરિવારમાં મને કોઈ એવો પરાક્રમી, શુરવીર દેખાતો નથી કે જે તારી રક્ષા કરે. એક સૌમિત્રીથી પણ બચવું તારા માટે અશક્ય છે. મોટાભાઈ શ્રીરામ તો દૂર રહ્યા! તારું પાપ ખૂબ ભરાયું છે. હવે તારું આવી બન્યું છે.
રાવણ સળગી ઊઠ્યો. હનુમાને મૂકેલા અંગારાએ તેને સળગાવી મૂક્યો. રાવણના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો કે તેની સામે કોઈ કાનના કીડા ખેરવી નાંખે તેવું સંભળાવે. રાવણ સહી ન શક્યો, તે સિંહાસન ઉપર પગ પછાડતો, ઊભો થઈ ગયો. દાંતથી હોઠ ચાવતો, ભ્રકુટિ ભીષણ કરી તે બોલ્યો :
નાદાન, તેં મને અકારણ તારો શત્રુ બનાવ્યો, માટે હવે તું મરવાનો જ થયો છે. તારા પર વૈરાગી બનવાનો કોઈ અર્થ
નથી. તું દૂત છે, તારી હત્યા કરવી હજી મને ઉચિત લાગતી નથી, પણ હું
For Private And Personal Use Only