________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ ઉપવાસનું પારણું કુશળતો છે ને? સૌમિત્રીની સાથે તેં એમને ક્યાં જોયા? કેવી રીતે તેઓ કાળ નિર્ગમન કરે છે?
માતા, હું પવનંજયપુત્ર હનુમાન છું, મારી જનનીનું નામ અંજના, વિઘાશક્તિથી અને વ્યોમયાનથી સમુદ્રને ઓળંગી હું અહીં આવ્યો છું.
સમસ્ત વાનરદ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવ શ્રી રામના ચરણોમાં સેવા કરે છે, લક્ષ્મણ સાથે શ્રી રામ વાનરદ્વીપની રાજધાની કિષ્ક્રિબ્ધિમાં, ઉદ્યાનમાં વૃક્ષ નીચે વાસ કરીને રહ્યા છે.
દેવી, શ્રીરામ આપના વિયોગથી દિનરાત સંતપ્ત છે. જેમ દાવાનળ પર્વતને બાળે, તેમ તેમનો સંતાપ સમગ્ર વાનરદ્વીપને ચિંતાતુર બનાવી રહ્યો છે અને લક્ષ્મણજી તો મા વગરના વાછરડાની જેમ તરફડી રહ્યા છે. - નિરંતર ચારેય દિશામાં જોતા, તેઓ ક્ષણ માટે પણ સુખ અનુભવતા નથી. દિવસ અને રાત તેઓ મૌન રહે છે. તેમના સંતપ્ત હૃદયને સ્નેહીઓનાં આશ્વાસન શાંતિ આપી શકતાં નથી.
દેવી, જેમ જેમ વિદ્યાધર દુનિયાના રાજા-મહારાજાઓને સમાચાર મળે છે તેમ તેમ તેઓ શ્રી રામની સેવામાં ઉપસ્થિત થાય છે. આપના ભ્રાતા ભામંડલ પણ કિષ્ક્રિબ્ધિ આવી ગયા છે. પાતાલલકાના અધિપતિ વિરાધ અંગરક્ષક બનીને ઊભો છે. રાજા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ શત્રવધ માટે થનગની રહ્યા છે; કિષ્કિબ્ધિનું ઉદ્યાન એક વિરાટ રાજસભા બની ગયું છે. સહુ શ્રી રામલક્ષ્મણની ચરણ-સેવામાં તત્પર છે.
મહારાજા સુગ્રીવે આપના કુશળ સમાચાર મેળવવા સર્વ દિશામાં તપાસ કરાવી. ખુદ સુગ્રીવે જ ભાળ મેળવી કે રાવણ આપનું અપહરણ કરી ગયો છે. અહીં આવીને આપને શ્રીરામના સમાચાર આપવાનું કાર્ય મહારાજા સુગ્રીવની ભલામણથી, શ્રી રામે મને સોંપ્યું. આપને મારા પર વિશ્વાસ થાય, તે માટે તેમની મુદ્રિકા આપી અને કહ્યું છે કે “આવે ત્યારે દેવીનો મુગટ લેતો આવજે!' માટે મને આપનો મુગટ આપો, હું શ્રી રામને તે આપીશ, તેમને મારા કાર્યની સફળતાની પ્રતીતિ થશે અને મુગટ જોઈને પ્રત્યક્ષ આપને મળ્યાનો આનંદ અનુભવશે.'
સીતાજીની આંખોમાંથી અશ્રનો પ્રવાહ વહી રહ્યો હતો. તેમણે તરત માથાનો મુગટ હનુમાનને આપ્યો, અને કહ્યું :
“આ મારો મુગટ લઈને વત્સ, તું ત્વરાથી ચાલ્યો જા. જો અધિક સમય
For Private And Personal Use Only