________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૭
૨૧ ઉપવાસનું પારણું
મંદોદરીનો રથ દેવરમણ ઉદ્યાનના દ્વારે આવી ઊભો. ત્રિજટા દોડી ગઈ, મંદોદરીનો હાથ પકડી કહેવા લાગી.
મહાદેવી, આજે સીતાને શું થઈ ગયું છે? આજે એનું મુખ મલકી રહ્યું છે, હૈયું નાચી રહ્યું છે, એ દુઃખ, વેદના, સંતાપ બધું જ વીસરી ગઈ છે. મને લાગે છે કે આજે આપની વાત એના ગળે ઊતરી જશે અને લંકાપતિની આશા ફળશે.'
ચાલ, હું એ માટે જ આવી છું.” ત્રિજટાએ દોડી જઈને સીતાજીને સમાચાર આપ્યા : “સીતા! મહાદેવી સ્વયં અહીં પધારી રહ્યાં છે.” સીતાજીએ મુદ્રિકાને પોતાના કટિ-પ્રદેશે સંતાડી દીધી અને પોતાના તરફ આવતી મંદોદરીને જોઈ રહ્યાં.
મંદોદરી આવીને સીતાજી પાસે બેસી ગઈ. ત્રિજટાને આસન પણ ન પાથરવા દીધું. ત્રિજટા દૂર એક વૃક્ષ પાસે જઈ ઊભી રહી. મંદોદરીએ વાતનો પ્રારંભ કર્યો.
સતા, તું અહીં આવી છો ત્યારથી માંડીને આજે જ તારા મુખ પર હું કંઈક સ્વસ્થતા જોઉં છું. મને આજે ઘણો સંતોષ થયો છે.' મંદોદરી ક્ષણવાર મૌન રહી, સીતાજીના મુખ ઉપરના ભાવો વાંચી રહી, બીજી બાજુ, અશોકવૃક્ષની ઘટામાં છુપાયેલા હનુમાન મંદોદરીના મુખભાવ અને વચનભાવ માપી રહ્યા હતા. ત્રિજટાને સીતા-મંદોદરીના વાર્તાલાપનું શું પરિણામ આવે છે એમાં જ રસ હતો.
ખરેખર! લંકાના સમ્રાટ અદ્વિતીય ઐશ્વર્ય અને અપ્રતિમ સૌન્દર્ય ધરાવે છે,' તેણે સીતાજીના મુખ પર હાથ ફેરવતાં કહ્યું : “ત્રણ ભુવનમાં અદ્ભુત રૂપ અને અનુપમ લાવણ્ય મારી સીતા ધરાવે છે! ભલે, અજ્ઞાન દેવે તમારા બેનો સુયોગ્ય સંબંધ ન બાંધ્યો. સંપ્રતિ એ સંબંધ બંધાઓ. લંકાના નર-નારીઓ મહોત્સવ ઊજવશે, દેવો પ્રશંસાનાં પુષ્પો વરસાવશે. જાનકી! માની જા, તું સંમતિ આપ. બસ, હું અને બીજી રાણીઓ તારી આજ્ઞાને માથે ચડાવીશું. તું રાક્ષસદ્વીપની માનનીય સામ્રાજ્ઞી બનીશ.'
મંદોદરીનો એક-એક શબ્દ તાતા તીરની જેમ સીતાના હૃદયને વાગતો હતો. સીતાએ આજે એવાં જ વળતાં તીર વરસાવવાનો નિર્ણય કરી દીધો. પુનઃ મંદોદરી આવું સાહસ કરવા આવે જ નહીં.
પાપી તારા દુર્મુખ પતિની દૂતી બનીને અહીં આવી છો? તારું મુખ જોવું, એ પણ નરકગામી બનાવનારું છે. તે સમજી લે કે હું શ્રીરામની પાસે જ છું. લક્ષ્મણ હમણાં અહીં આવ્યા સમજ, જેવી રીતે ખર વગેરેનો વધ થયો તે રીતે
For Private And Personal Use Only