________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૩૪૨
‘મારા પિતાને એક જ્ઞાની પુરુષે કહેલું : ‘તારો વધ કરનાર પુરુષ તારી પુત્રીનો ભર્તા હશે.’
‘હું.’
‘હવે મને પરણી, મને સુખી કરો.'
‘મને પતિ બનાવીને તું સુખી થઈશ?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અવશ્ય, સકલ વિશ્વમાં આપના સમાન કોઈ વીર નથી, આપને પતિ બનાવીને જગતની સર્વ સ્ત્રીઓમાં હું અતિ ગર્વવંતી બનીશ!'
‘પણ મારા પરિચય વિના મને પરણીને પાછળથી પસ્તાવો નહીં થાય ને?’ ‘આપનો પરિચય થઈ ગયો! આપનું પરાક્રમ, આપની મુખાકૃતિ, આપની વાણી, આ બધાએ કંઈ ઓછો પરિચય આપ્યો છે?'
હનુમાનજીએ લંકાસુંદરીને લગ્નની અનુમતિ આપી. લંકાસુંદરીએ સર્વપ્રથમ પોતાના પિતાના મૃતદેહની અંતિમ વિધિ કરાવી, સ્નાનાદિથી નિવૃત્ત થઈ, હનુમાનજીને પોતાના મહેલમાં લઈ જઈ, સંધ્યાનું ભોજન કર્યું. હનુમાનજીએ ગાંધર્વ વિધિથી લંકાસુંદરી સાથે લગ્ન કર્યું.
લંકાસુંદરી હનુમાન સાથે લગ્ન કરી, પરમ કૃતાર્થતા અનુભવવા લાગી. હનુમાનજી લંકાસુંદરીને પ્રાપ્ત કરી, લંકા ઉપર પોતાનો પ્રથમ વિજય સમજી, પોતાના સ્વામીના કાર્યની સિદ્ધિનાં એંધાણ સમજવા લાગ્યા.
હનુમાન લંકાસુંદરી સાથે મહેલની અટ્ટાલિકામાં ઊભા ઊભા લંકાનું અવલોકન કરતા હતા, ત્યાં પશ્ચિમ દિશામાં સૂર્ય અસ્ત થયું.
For Private And Personal Use Only