________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. શ્રી રામ ન્યાગપંથે જ
શ્રી રામનો સ્નેહોન્માદ શમી ગયો. લક્ષ્મણજીના મૃત દેહનો અગ્નિસંસ્કાર થઈ ગયો. સહુનાં મન શાન્ત થયાં. ઉદ્વેગ શમી ગયો. બિભીષણ વગેરેએ નિરાંતનો શ્વાસ લીધો.
પરંતુ શ્રી રામની અંતઃકરણની સ્થિતિ જુદી જ બની. તેમનો સ્નેહોન્માદ તો. શમી ગયો, સ્નેહ પણ શમી ગયો! સમગ્ર સંસાર પરથી સ્નેહ ઓસરી ગયો. સંસાર એમને શૂન્ય ભાસ્યો. તેમનું મન અંતર્મુખ બની ગયું. તેમની જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ. તેમણે પોતાના આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જાણે તેમણે આત્માનો પોકાર સાંભળ્યો : “મને કર્મનાં બંધનોથી મુક્ત કર! મને શુદ્ધ કર.”
જ્યાં સુધી આત્મા કર્મોનાં બંધનમાં બંધાયેલો છે ત્યાં સુધી જ અજ્ઞાન, મોહ, સુખ, દુઃખ વગેરે જંજાળ છે. કર્મો એ કોઈ કલ્પના નથી, પરંતુ પુદ્ગલપરમાણુઓ છે. જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિથી એ કર્મપરમાણુઓ આત્મા સાથે જોડાય છે. મુખ્યત્વે એ કર્મોના આઠ પ્રકાર છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય (૪) અંતરાય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮) વેદનીય! આ કર્મ જીવ પાસે ક્રોધ-માન-માયા-લોભ કરાવે છે, મિથ્યા માન્યતાઓ કરાવે છે, હસાવે છે ને રડાવે છે, ખુશી અનુભવાવડાવે છે અને નાખુશી કરાવે છે, ભય પેદા કરે છે ને જુગુપ્સા કરાવે છે. કામવાસનાઓ પણ આ કર્મને આભારી છે. એટલે કર્મોનાં બંધનો તોડવાનો પુરુષાર્થ મોહનીય કર્મને તોડવાથી શરૂ કરવો પડે. એ કર્મ ઢીલું પડ્યું એટલે બીજાં કર્મો તો ઢીલા પચાં જ સમજો!
મોહનીય કર્મ તોડી શકાય છે, તેનો નાશ કરી શકાય છે. એના માટે સમ્યજ્ઞાનનો, સમ્યગ્દર્શનનો અને સમ્મચારિત્રનો પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કરવા માટે સાનુકૂળ વાતાવરણ જોઈએ. તે માટે સંસારવાસનો ત્યાગ કરી, ચારિત્રનો માર્ગ સ્વીકારવો અનિવાર્ય હોય છે. ચારિત્રીજીવનમાં કર્મબંધનો તોડવાનો ધરખમ પુરુષાર્થ આદરી શકાય છે. શ્રી રામે ચારિત્રીજીવન જીવવાનો સંકલ્પ કર્યો. સંસારના સર્વસુખોની કામનાઓ વિરામ પામી જાય એટલે આ પવિત્ર ભાવના સહજ રીતે જ જાગી જાય.
શ્રી રામે શત્રુનને બોલાવ્યો. શત્રુઘ્ન આવીને શ્રી રામનાં ચરણે પ્રણામ કર્યા. શ્રી રામે શત્રુઘ્નને પોતાની પાસે બેસાડી, એના માથે હાથ ફેરવી, પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું :
For Private And Personal Use Only