________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૪
જૈન રામાયણ રાજાઓએ જઈને શ્રીરામને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક બેઠા. શત્રુઘ્ન નમ્રતાપૂર્વક વાત મૂકી :
હે તાતતુલ્ય આર્યપુત્ર, અમે એક ગંભીર વાત કરવા આવ્યા છીએ.”
કહો શી વાત છે? મારા આ બંધુ લક્ષ્મણનો વ્યાધિ નિવારનાર કોઈ વૈદ્ય આવ્યો છે?'
હે મહાપુરુષ, વૈદ્ય નથી આવ્યા, શત્રુઓ ચઢી આવ્યા છે. અયોધ્યા ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. નગરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રજા ભયથી વ્યાકુળ છે.”
શત્રુઘ્ન ચિંતાતુર મુખે ગંભીર સ્વરે વાત કરી. શ્રી રામ બોલી ઊઠ્યા : “અરે! એ દુષ્ટોને ખબર નથી કે રામ અયોધ્યામાં છે? ભલે ભ્રાતા લક્ષ્મણ વ્યાધિથી મૂછિત છે, પરંતુ આ રામ તો જાગ્રત છે. મારો રથ તૈયાર કરો. મારું વજાવર્ત ધનુષ્ય રથમાં મૂકો, હું યુદ્ધના મેદાનમાં જઈશ, અને શત્રુઓનો સંહાર કરીશ.”
શ્રી રામ ઊભા થઈ ગયા. લક્ષ્મણજીના મૃતદેહ સામે જોઈ બોલ્યા :
વત્સ લક્ષ્મણ, તું હવે તો બોલ, જો આ મુદ્ર દુશ્મનો છિદ્ર જોઈને ચઢી આવ્યા. તું હજુ મૌન નહીં છોડે? ભલે, હું તને યુદ્ધના મેદાન પર લઈ જઈશ!” ત્યાં ભીષણ યુદ્ધના ટંકાર થશે એટલે તું જાગી ઊઠશે! શ્રી રામે લક્ષ્મણજીને ખભે ઉપાડી લીધા અને મહેલની નીચે ઊતરી ગયા.
શ્રી રામનો રથ તૈયાર જ હતો. રામચંદ્રજી રથમાં બેઠા અને લક્ષ્મણજીના મૃતદેહને પોતાના ખોળામાં લીધો. વજાવર્ત ધનુષ્ય એમના રથમાં મૂકવામાં આવ્યું અને સુગ્રીવે રથનું સારથિપણું લીધું.
શ્રી રામના રથની એક બાજુ શત્રુનનો રથ અને બીજી બાજુ બિભીષણનો રથ ચાલ્યો. પાછળ હજારો અશ્વારોહી સૈનિકોએ પ્રયાણ કર્યું.
અયોધ્યાવાસીઓએ મહેલમાંથી, મકાનોમાંથી શ્રી રામ પર પુષ્પવૃષ્ટિ કરવા માંડી. શ્રી રામના ઉલ્લંગમાં લક્ષ્મણજીના મૃતદેહને જોઈ પ્રજાની આંખો સજળ બની ગઈ. રથ નગરના મુખ્ય દ્વારે આવી પહોંચ્યા. દ્વારરક્ષકોને શ્રી રામે આજ્ઞા કરી :
દરવાજા ખોલી નાંખો,” દ્વાર ખૂલી ગયાં. રથ તીવ્ર ગતિથી નગરની
For Private And Personal Use Only