________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮. રખેહ-ઉન્માદા શ્રીરામ મૂચ્છિત થઈ ગયા, બિભીષણ વગેરે રાજાઓ સ્તબ્ધ થઈ ગયા.
કૌશલ્યા, સુમિત્રા વગેરે રાજમાતાઓ બેબાકળી થઈ ગઈ. લવણ ને અંકુશનું અંતઃપુર અને પુત્રો આશ્ચર્યમાં પડી ગયા : “આ શું? અચાનક ચારિત્ર નિર્ણય?” આંખોમાં આંસુ અને હૃદયમાં વેદના સાથે વિવશ બની સહુ બેસી રહ્યા.
કોઈએ આ પ્રમાણે વિચાર્યું : “આવા શોકમય વાતાવરણમાં શ્રીરામની અતિવ્યગ્ર સ્થિતિમાં, પિતાનો ત્યાગ કરીને દીક્ષા લેવાય? લવ-કુશે આમ નહોતું કરવું જોઈતું.”
કોઈએ આ પ્રમાણે વિચાર્યું : “કેવો અદભુત ત્યાગ? આનું નામ સાચો વૈિરાગ્ય. લક્ષ્મણજીના મૃત્યુને, એ બે કુમારોએ જ્ઞાન દૃષ્ટિથી જોયું. જીવનની ક્ષણભંગુરતાને જાણીને ક્ષણવારમાં તેઓ સંસારને ત્યજીને ચાલી નીકળ્યા! ધન્ય હો સીતાજીના સુપુત્રોને! કેવા નિર્મમ અને કેવા વિરક્ત!'
લક્ષ્મણજીનું અકાળ મૃત્યુ અને તરત લવ-કુશ રાજકુમારોની દીક્ષા, અયોધ્યાની પ્રજા “આ શું બની રહ્યું છે?' એ સમજી શકતી નથી. શ્રીરામના વ્યામોહથી પ્રજા અસ્વસ્થ બની ગઈ છે. મંત્રીમંડળ હતપ્રભ બનીને એક પછી એક બનતા પ્રસંગોને જોઈ રહ્યું છે. કોણ કોને આશ્વાસન આપે? કોણ કોની પાસે હૃદયનાં દુઃખ ઠાલવે? સર્વે દુઃખી હતાં. અયોધ્યાના રાજપરિવારની બદલાતી પરિસ્થિતિમાં સહુ ચિંતિત હતા.
કેવો છે આ સંસાર! વિશ્વવંદનીય શ્રીરામના પરિવારના દિવસો પણ એકસરખા પસાર નથી થયા! સ્થિર બનીને શ્રીરામના જીવનના એક એક પ્રસંગ પર દૃષ્ટિપાત તો કરો. સુખ અને દુઃખનાં કંઇ એમના જીવન પર કેવાં વીંટળાઈ વાયાં હતાં? શ્રીરામની મૂચ્છ દૂર થઈ અને તેમનો વિલાપ ચાલુ થયો :
હે બંધુ, આજે શું મેં તારું અપમાન કર્યું છે? તે અકસ્માતું આવું મોન કેમ ધારણ કર્યું છે? તું બોલતો નથી. આવી રીતે સર્વથા મૌન ધાર્યું છે, માટે પુત્રો લવ અને કુશ પણ મને ત્યજીને ચાલ્યા ગયા. જ્યારે તું હજુ પણ બોલતો નથી. હું બધાથી તરછોડાયો છું. તું પણ મને કેમ તરછોડી રહ્યો છો?
એક ઉન્મત્ત મનુષ્યની જેમ શ્રીરામ પ્રલાપ કરવા લાગ્યા. સહુને ચિંતા વધી
For Private And Personal Use Only