________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ૧૧૭. લવ-કુશનું નિર્વાણ
મોહનાં કેવાં કારમાં બંધન છે! મહિનો જીવ પર કેવો ગજબ પ્રભાવ છે! લક્ષ્મણજી સાચે જ મૃત્યુ પામેલા હોવા છતાં શ્રીરામચન્દ્રજી એમને મૃત્યુ પામેલા માનવા તૈયાર નથી! “લામણજી મૃત્યુ પામ્યા છે.” એમ બોલનારા તેમને ગમતા નથી. લક્ષ્મણજી મરે જ નહીં!' આ જ કલ્પનામાં શ્રીરામ રમ્યા કરે છે. ભ્રાતૃસ્નેહના ગાઢ મોહનાં ઘનઘોર વાદળો છવાઈ ગયાં છે. સમગ્ર અયોધ્યા પર શોકની મેઘશ્યામલ છાયા છવાઈ ગઈ છે. ભારતવર્ષના જુદા જુદા ભાગોમાંથી આવેલા રાજા-મહારાજાઓ અને વિદ્યાધર દુનિયાના સમ્રાટો શ્રી લક્ષ્મણજીના અકાળ મૃત્યુથી તો દુખી હતા, પણ શ્રીરામની મતિ-વિહ્વળતાથી તેઓ અત્યંત અસ્વસ્થ બની ગયા હતા. શ્રી લક્ષ્મણજીનો અગ્નિસંસ્કાર પણ થઈ શકે એમ ન હતો. શ્રીરામ એક ક્ષણ પણ લક્ષ્મણજીના દેથી અળગા જ થતા નથી, “મારો લક્ષ્મણ જીવે છે, એ મરે જ નહીં.’ આ નિશ્ચય સાથે શ્રીરામ સહુની સાથે વાત રહ્યા છે.
એક દિવસ વીત્યો. બે દિવસ વીત્યા. નથી કોઈ સ્નાન કરતું કે નથી કોઈ ભોજન કરતું નથી કોઈ પૂજાપાઠ કરતું કે નથી કોઈ દુકાન ખોલતું. અયોધ્યાની શેરીઓ અને રાજમાર્ગો નિસ્તેજ અને નીરવ બની ગયા છે. શેરીનાં કૂતરાંઓ પણ ભૂખ્યા પેટે ટૂંટિયું વાળીને પડી રહ્યાં છે.
શત્રુન અને લવ-કુશ ચિંતિત છે. બિભીષણ અને સુગ્રીવ વ્યગ્ર છે. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા ચિંતિત છે. શ્રીરામ ક્યાં સુધી લક્ષ્મણજીના મૃતદેહને પકડી રાખશે? ક્યારે માનશે કે “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે?' એમને કોણ સમજાવે?' અત્યારે તેઓ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી! લક્ષ્મણજી કરતાં વિશ્વમાં કોઈ વધુ પ્રિય હોય તો એનું માને ને? એમને મન વિશ્વમાં લક્ષ્મણજીથી કોઈ અધિક પ્રિય ન હતું! પછી આ કોનું સાંભળે? હા, માતા સુમિત્રાનું પણ શ્રીરામ અત્યારે કંઈ સાંભળવા તૈયાર નથી. લક્ષ્મણજીના મૃતદેહને પકડીને બેઠેલા, શ્રીરામની આસપાસ બિભીષણ
For Private And Personal Use Only