________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૩૪
જૈન રામાયણ
હનુમાન, દેવીને મારો સંદેશો કહેજો. રામ તારા વિયોગથી અતિ દુઃખી છે, તારા વિયોગની અસહ્ય પીડાનો ભાર સહવા હવે તેમનું હૃદય શક્તિમાન નથી. જીવન શુષ્ક અને નિપ્રાણ બની ગયું છે. બસ, દિવસ-રાત તારા ધ્યાનમાં રામ સમય વિતાવે છે. પ્રિય હનુમાન! તમે કહેજો કે અમાસની અંધારી રાત જેવું રામનું જીવન બની ગયું છે. આનંદ, ખુશી અને પ્રસન્નતા નાશ પામી ગયાં છે. અયોધ્યાનો ત્યાગ કરતાં, વનનાં કષ્ટ સહતાં એવું કંઈ ન હતું. તારા માથે કેવી આપત્તિ આવી પડી? કપટી રાવણ તને ઉપાડી ગયો. તું કેટલું રડી છે? રત્નજીટીએ તારા કણ કલ્પાંતનો વૃત્તાંત કહ્યો, એ સાંભળીને હૈયું ધ્રુજી ગયું. દેવી, હવે વિલંબ નહીં થાય, અનુજ લક્ષ્મણ લંકાના મેદાન પર જ એ દુષ્ટ રાવણનો વધ કરશે, તે તું નજરે જોઈશ. હવે તારા દુઃખના દિવસો વધુ નથી. તું ચિન્તા ન કરીશ. રામ અને લક્ષ્મણ અલ્પ દિવસોમાં જ લંકાના કિલ્લાને નષ્ટભષ્ટ કરી, તને બંધનમુક્ત કરશે.'
શ્રી રામ હનુમાનને ભેટી પડ્યા. હનુમાનજી શ્રીરામનાં ચરણોમાં નમી પડ્યા.
નાથ, આપનો સંદેશ દેવીને પહોંચી જશે. હું આપની આજ્ઞાનું પાલન કરી, પાછો ન આવું ત્યાં સુધી આપ અહીં જ સ્થિરતા કરવા કૃપા કરશોજી.”
૦
૦
૦
For Private And Personal Use Only