________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪. ભામંsલનું મૃત્યુ કેટલાક દિવસથી ભામંડલ અયોધ્યામાં આવેલા હતા. શ્રીરામ અને લક્ષ્મણજીનાં દર્શન કર્યા વિના એમને ક્યાંથી ચેન પડે? લવ અને કુશને જોયા વિના એમને ક્યાંથી જંપ વળે? એક દિવસ બંને ભાણેજ સાથે ભામંડલ મહેલની અટ્ટાલિકામાં બેઠા હતા. ભામંડલ લંકાના યુદ્ધની રોમાંચક વાતો યાદ કરી રહ્યા હતા.
“મામા, માતા સાધ્વીજીનાં ઘણા સમયથી દર્શન કર્યા નથી. આપણે જઈએ દર્શન કરવા? ક્યાં હશે અત્યારે તેઓ?'
‘હા, મારી પણ ખૂબ ઇચ્છા છે માટે આપણે જઈએ, કુશે સમર્થન કર્યું. ભામંડલ બંને રાજકુમારોનાં મુખ જોઈ રહ્યા. કુમારોની આંખો દૂર દૂર જંગલોમાં વિરાગી બનીને, નિર્મમ બનીને વિચરતાં સીતાજીને જોઈ રહી હતી. હૃદયનો સ્નેહ મુખ પર ઊપસી આવ્યો હતો.
અવશ્ય, હું પણ તમારી સાથે આવીશ. મને પણ દર્શન કરવાની ઘણી જ ઉત્કંઠા છે. તમે આજે ઉચિત વાત કરી. વૈતાઢય ઉપર ગયા પછી ભૂલી જવાત અથવા પ્રમાદ થઈ જાત.” ભામંડલે કુમારો સામે જોઈ, દૂર ક્ષિતિજ પર દૃષ્ટિ સ્થાપી. તેમના મનમાં એક વિચાર સ્ફર્યો. એ વિચાર પ્રશ્નરૂપ હતો : “સીતાએ ચારિત્ર લીધું, એમને શ્રીરામ પ્રત્યે વિરક્તભાવ આવે તે તો સ્વાભાવિક હતું, પરંતુ એ આ કુમારોના સ્નેહને કેમ કરીને છોડી શક્યાં? એક ક્ષણ પણ કુમારને પોતાથી દૂર નહીં રાખનારાં, સીતાજી સદા માટે કેવી રીતે દૂર ચાલ્યાં ગયાં? શું એમને કુમારોની સ્મૃતિ નહીં આવતી હોય?” ભામંડલને વિચારોમાં ચઢેલા જોઈ લવ બોલ્યા :
મામાજી, શું વિચારમાં પડી ગયા?” ભામંડલની વિચારધારા તૂટી. તેમણે લવ સામે જોયું. લવની પ્રશ્નસૂચક દૃષ્ટિ જોઈ.
કાંઈ નહીં, તમે તૈયારી કરો. આપણે જઈએ.' પણ ક્યાં? સાધ્વીજી અત્યારે ક્યાં હશે?” “તપાસ કરી લઈશું. તમે તૈયાર તો થાઓ' લવ-કુશ તૈયારી કરવા ચાલ્યા ગયા. ભામંડલ ત્યાંથી શ્રીરામ પાસે પહોંચ્યા. શ્રીરામને વાત કરી. શ્રીરામે પુષ્પક વિમાન લઈ જવાનું કહ્યું. લવ-કુશને એમના પરિવારને સાથે લઈ જવાનું સૂચન મોકલ્યું. બીજી બાજુ સીતાજી ક્યાં વિચરે છે તેના સમાચાર નગર શ્રેષ્ઠી પાસેથી મેળવ્યા. તેઓ મિથિલાની આસપાસના પ્રદેશમાં વિચરે છે, તેવા સમાચાર મળ્યા.
ભામંડલ, લવ-કુશ અને એમના પરિવારની સાથે પુષ્પક વિમાનમાં બેસી
For Private And Personal Use Only