________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ
૮૭૩ રાજકુમાર સામે કુતૂહલથી જોયું. રાજકુમારે પારુચિને નમન કર્યું અને કહ્યું.
હે મહાપુરુષ! આ વૃદ્ધ બળદ એ જ હું રાજપુત્ર વૃષભધ્વજા આપે સંભળાવેલ શ્રી નમસ્કાર-મહામંત્રના અચિંત્ય પ્રભાવથી હું આ માનવજીવન પામ્યો અને પશુમાંથી માનવ બન્યો! જો આપે મારા પર દયા કરીને, શ્રી નવકારમંત્ર ના સંભળાવ્યો હોત તો હું આજે કેવી પશયોનિમાં હોત?'
પારુચિ તો આ રાજકુમારની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! એના હૃદયમાં આનંદ થઈ ગયો. રાજ કુમારે કહ્યું :
હે શ્રેષ્ઠીનંદન! તમે જ મારા ગુરુ છો, મારા સ્વામી છો, મારા આરાધ્ય દેવ છો. તમને શોધી કાઢવા માટે જ મેં આ મંદિર બનાવરાવ્યું અને આ ચિત્ર બનાવરાવ્યું! આ ભૂમિ પર હું અચાનક આવી ચડ્યો હતો અને મને પૂર્વભવનું સ્મરણ થઈ ગયું હતું. હવે હું તમારા વિના એક ક્ષણ પણ રહી શકીશ નહીં. આ મારું વિશાળ રાજ્ય તમે સ્વીકારો અને ભોગવો. જે કંઈ મારું છે એ બધું જ તમારું છે.” રાજકુમાર પારુચિને ભેટી પડ્યો. પદ્મરુચિએ સ્નેહસભર શબ્દોમાં કહ્યું :
કુમાર, શ્રી નમસ્કાર મહામંત્રનો જ આ અચિંત્ય પ્રભાવ છે. તમે આજથી મારા પરમ પ્રિય મિત્ર છો. મારા હૃદયથી હું તમને ચાહીશ.”
વૃષભધ્વજ અને પારુચિને મિત્રતા બંધાઈ. ગાઢ સ્નેહ થયો. પદ્મરુચિએ વૃષભધ્વજને પણ બારવ્રતધારી શ્રાવક બનાવ્યો. દીર્ધકાળપર્યત શ્રાવકજીવન પાળીને બંને મિત્રો મૃત્યુ પામ્યા. મરીને તેઓ બીજા દેવલોકમાં દેવ થયા.
પદ્મરુચિનો જીવ બીજા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, વૈતાઢય પર્વત પર નન્દાવર્તનગરમાં નયનાનન્દ નામનો રાજકુમાર થયો. તેણે દીર્ધકાળ રાજ્ય ભોગવીને ચારિત્ર લીધું. ચારિત્રની આરાધના કરીને, કાળધર્મ પામ્યો. મહેન્દ્ર દેવલોકમાં દેવ થયો.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં માપુરીમાં શ્રીચન્દ્ર નામના રાજકુમાર થયા. તેઓ ક્રમશઃ રાજા બન્યા. તેમણે દીર્ઘકાળ રાજ્ય કર્યું, પછી સમાધિગુપ્ત નામના મહર્ષિ પાસે દીક્ષા લીધી. ચારિત્રની આરાધના કરી. બ્રહ્મદેવલોકમાં દેવ થયા.
તેમનું દેવલોકમાંથી ચ્યવન થયું. અને અયોધ્યામાં મહારાજા દશરથના ઘરમાં પુત્ર થયા. તે જ આ શ્રી રામ!”
For Private And Personal Use Only