________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯.કેવલજ્ઞાનીની પાસે
હૃદયેશ્વરી દેવી સીતાએ એકાએક સંસારત્યાગનો નિર્ણય જાહેર કર્યો. મસ્તકના કેશનો લોચ કર્યો. તેમણે વાળ શ્રી રામચન્દ્રજીના ખોળામાં ફેંક્યા અને કેવળજ્ઞાની મહામુનિ જયભૂષણ પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું. શ્રી ૨ામ મૂર્છિત થઈ ઢળી પડ્યા.
ઘટના સામાન્ય ન હતી, અસામાન્ય, અસાધારણ હતી. કોઈને કલ્પના ન હતી કે સીતાજી આવો ગજબ નિર્ણય કરશે. શ્રી રામ સહિત અયોધ્યાની સમગ્ર પ્રજાને પોતાના નિષ્કલંક ચારિત્રની પ્રતીતિ કરાવ્યા પછી સીતાજીનું મન આ સંસારવાસનાં તમામ સુખોથી નિર્લેપ થઈ ગયું. તેમના હૃદયમાં સંસારના કોઈ પાત્ર પ્રત્યે રાગ રહ્યો નહિ, દ્વેષ રહ્યો નહિ. રાગ ન હોય પછી દ્વેષ થાય જ ક્યાંથી?
શ્રી રામ મૂર્છિત થઈ ગયા. લક્ષ્મણજી વગેરે શ્રી રામની મૂર્છા દૂર કરવાના ઉપાયો કરવા લાગ્યા. જ્યારે સુગ્રીવ, ભામંડલ વગેરે સીતાજીની પાછળ ચાલ્યા. સીતાજીએ કેવળજ્ઞાની ભગવંત જયભૂષણ પાસે વિધિપૂર્વક ચારિત્ર સ્વીકાર્યું. સુગ્રીવ, ભામંડલ વગેરેએ સીતાજીને વંદના કરી અને પાછા આવ્યા.
શ્રી રામ મૂર્છા દૂર થતાં જ બોલી ઊઠ્યા :
‘દેવી સીતા ક્યાં છે?' તેમની અધીર આંખોએ ચારે બાજુ જોયું. ચારે બાજુ તો ભૂચર અને ખેચર વીંટળાઈ વળેલા હતા. કોઈએ જવાબ ન આપ્યો. સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. શ્રી રામની આંખોમાં વિહ્વળતા છવાઈ ગઈ. મુખ પર રોષ આવી ગયો. તેઓએ રાડ પાડી :
‘હે વિદ્યાધરો, હે માનવો, જો તમારે મરવું ન હોય તો તમે જલ્દી મારી પ્રિયા સીતાને બતાવો. ભલે એનું મસ્તક કેશ વિનાનું હોય, મને તે બતાવો.'
પરંતુ કોણ બોલે? મૌન! કોઈ જ જવાબ આપતું નથી. શ્રી રામે ચારે બાજુ જોયું. પાસે જ બેઠેલા લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. શ્રી રામે લક્ષ્મણજીના બે હાથ પકડીને કહ્યું :
‘વત્સ! વત્સ લક્ષ્મણ, મારું ધનુષ્ય લાવ, મારાં તીર લાવ, આ સહુ કેવાં ઉદાસીન બેઠાં છે? મારા દુ:ખની જ્યારે સીમા નથી ત્યારે આ લોકોને જાણે મારી કંઈ પડી જ નથી.' શ્રી રામે ધનુષ્ય ઉપાડશું. લક્ષ્મણજીએ શ્રી રામનાં ચરણોમાં મસ્તક ઢાળી દઈ નમન કરી કહ્યું.
For Private And Personal Use Only