________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬O
જૈન રામાયણ ઇન્દ્રનો સેનાધિપતિ દેવો સહિત સીતાજીની રક્ષા માટે, તત્પર બનીને આકાશમાં અદૃશ્ય થઈને ઊભો હતો. રાત વીતી ગઈ ને પ્રભાત થયું.
ખાઈ ચંદનનાં લાકડાંથી ભરી દેવામાં આવી હતી. મંચ ઉપર શ્રી રામલક્ષ્મણ લવ-કુશ સહિત અનેક રાજાઓ આરૂઢ થયા હતા, ચારેબાજુ બાંધેલા માંચડાઓ ઉપર હજારો નગરવાસીઓ બેસી ગયા હતા. અવકાશમાં દેવર્ષિ નારદ અને સિદ્ધાર્થ પણ ઉપસ્થિત હતા.
શ્રી રામે સેવકોને આજ્ઞા કરી : “અગ્નિ સળગાવો.” સેવકોએ ચારેબાજુથી ખાઈમાં ભરેલાં ચંદનનાં લાકડાં સળગાવ્યાં. જ્વાલાઓ નીકળવા લાગી.
સીતાજી એક અલગ મંચ ઉપર ધ્યાનમગ્ન બનીને બેઠાં હતાં. પરમેષ્ઠીનમસ્કારના ધ્યાનમાં લીન હતાં. શ્રી રામ સીતાજી તરફ અને ખાઈમાંથી નીકળતી વાલાઓ તરફ જોતા હતા. શ્રી રામના હૃદયમાં કંપારી પેદા થઈ ગઈ. તેમને વિચાર આવ્યો.
“અહો! મેં આ કેવી વિષમ, અતિવિષમ પરિસ્થિતિ ઉપસ્થિત કરી દીધી? આ મૈથિલી મહાસતી છે. શંકા વિના તે અગ્નિમાં પ્રવેશ કરશે અને જેમ દેવની ગતિ વિચિત્ર હોય છે તેમ દિવ્યની ગતિ પણ વિષમ જ હોય છે. ક્યારેક સાચો માણસ પણ માર્યો જાય, કદાચ સીતા..' શ્રી રામનું હૃદય ચીસ પાડી ઊઠ્યું. તેમને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. વળી વિચારો આગળ વધ્યા, તેમનો સીતા પ્રત્યેનો રાગ પુન: જાગ્રત થયો. “આ વૈદેહી છે કે જેણે મારી પાછળ વનવાસમાં ભટકવાનું પસંદ કર્યું હતું. હું તેને એક્લી મૂકીને ગયો હતો અને રાવણ તેને ઉપાડી ગયો હતો. મારા જ વાંકે તેનું અપહરણ થયું હતું. ત્યાર પછી લોકોના અપયશથી બચવા મેં એ મહાસતીનો ત્યાગ કરી દીધો હતો. અને આજે પુનઃ હું જ તેને અગ્નિમાં, ભડભડતી આગમાં ફેંકવા તૈયાર થઈ ગયો છું.'
શ્રી રામનું મન આ મંથન કરી રહ્યું હતું ત્યાં સીતાજી પોતાના સ્થાનેથી ઊભાં થઈ અગ્નિ-ખાઈ પાસે પહોંચી ગયાં હતાં.
તેમણે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતાં. મુખ પર પૂર્ણ સ્વસ્થતા હતી. હૃદયમાં સતીત્વની દઢતા હતી અને અદ્દભુત નિર્ભયતા હતી.
ભીષણ અગ્નિજ્વાલાઓની સામે નિર્ભય સીતાજી આંખો બંધ કરીને ઊભાં. પરમાત્મા અરિહંતનું ધ્યાન કર્યું.
For Private And Personal Use Only