________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજી ચારિત્રપંથે
૮૫૭ સીતા તરફની કોઈપણ કોમળ લાગણી શ્રી રામના હૃદયમાં ન હતી. તેમની દૃષ્ટિ જમીન ઉપર હતી. તેમણે કહ્યું :
વૈદેહી, રાવણના ઘરમાં રહેવા છતાં રાવણે તારું શીલ ખંડિત ન કર્યું હોય તો અહીં ઉપસ્થિત સર્વ લોકોની સમક્ષ, તારી શુદ્ધિ માટે આ દિવ્ય કર.”
સીતાજીના મુખ પર સ્મિત આવી ગયું. એ સ્મિત હૃદયના ઉલ્લાસનું ન હતું, પરંતુ હૃદયની અપાર વ્યથાનું હતું. એ સ્મિત દ્વારા શ્રી રામના ‘દિવ્ય” કરવાના આદેશનો નિર્ભયતાથી સ્વીકાર કરવા તૈયાર થયાં હતાં. તેમના હૃદયમાં વર્ષોથી,
જ્યારથી શ્રી રામે ત્યાગ કર્યો હતો ત્યારથી, શ્રી રામને કહેવા માટે હૃદય તલસતું હતું. તે કહેવા તેમણે મુખ ઊંચું કર્યું, દૃષ્ટિ તીવ્ર થઈ અને વચન નીકળ્યું :
ઓહો! આર્યપુત્ર, આપના જેવા બીજા કોઈ વિદ્વાન આ પૃથ્વી પર નથી! મારો દોષ જાણ્યા વિના, હું દોષિત છું કે નિર્દોષ, એનો નિર્ણય કર્યા વિના ભયંકર જંગલમાં મારો ત્યાગ કયો! ધન્ય છે આપને! હે કાકુસ્થ! પહેલાં દંડ કરીને, આજે હવે તમે મારી પરીક્ષા લેવા તત્પર થયા છો. વાહ ધન્ય છે તમને, સાચે જ તમે વિચક્ષણ છો, ચિંતા ન કરશો. હું પરીક્ષા આપવા તૈયાર છું.'
શ્રી રામના મુખ પર લજ્જા, ખેદ અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી. તેઓ બોલ્યા :
જાનકી! હું જાણું છું, માનું છું કે તમારો દોષ નથી. લોકોએ જે અપવાદ તમારા માટે પેદા કર્યો છે તે દૂર કરવા માટે હું પરીક્ષા લેવા ચાહું છું.”
કોણ ના કહે છે? પાંચ પ્રકારનાં દિવ્ય કરવાનું હું સ્વીકારું છું. તમે કહો તો ભડભડતી આગમાં પ્રવેશ કરું. તમે કહો તો અભિમંત્રિત ચોખા ખાઈ જાઉં. તમે કહો તો ત્રાજવે બેસું. તમે કહો તો ગરમ-ગરમ સીસું પી જાઉં. તમે કહો તો જીભ પર તલવાર ચલાવી દઉં! શું ચાહો છો તે કહો. તમારી અયોધ્યાની પ્રજાને પૂછી જુઓ.
એ જ સમયે આકાશમાં રહેલા નારદજી અને સિદ્ધાર્થ બોલી ઊઠ્યા :
નહીં, નહીં, હે રાઘવ, સીતા સતી છે, મહાસતી છે. અમે નિશ્ચયપૂર્વક કહીએ છીએ. એ મહાસતી છે. બીજા કોઈ વિકલ્પ કરશો નહીં.”
ત્યાં ઉપસ્થિત અયોધ્યાવાસી લોકો પણ બોલી ઊઠ્યા :
હે દશરથનંદન, સીતાજી મહાસતી છે. એમની પાસે દિવ્ય ન કરાવશો. અમે માનીએ છીએ કે તેઓ અવશ્ય મહાસતી છે.”
For Private And Personal Use Only