________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४४
જૈન રામાયણ લક્ષ્મણજી રોષથી સળગી ગયા; તેમણે પુનઃ ચક્રરત્ન આકાશમાં ઘુમાવ્યું અને પૂર્ણ શક્તિથી કુશ ઉપર ફેંક્યું.
પરંતુ એ તો ચક્રરત્ન હતું! દેવોથી અધિષ્ઠિત હતું! ચક્રરત્નનો એ અબાધિત નિયમ હતો કે સમાનગોત્રીય પુરુષ ઉપર ચક્ર પ્રહાર ન કરે. કુશ લક્ષ્મણજીનો સમાનગોત્રીય પુરુષ હતો. ચક્ર એના પર પ્રહાર ન કરે, પરંતુ ચારે બાજુ પ્રદક્ષિણા આપી બહુમાન કરે!
આ તરુણ શત્રુઓ પર તો ચક્રરત્ન પણ કામ કરતું નથી! સેનામાં ખળભળાટ થઈ ગયો. શ્રી રામ લક્ષ્મણજી પાસે દોડી આવ્યા. ચક્રરત્ન લક્ષ્મણજીના હાથમાં નિષ્ફળ પડ્યું હતું. લક્ષ્મણજી વિષાદમગ્ન થઈ ગયા હતા.
“આર્યપુત્ર, સમજાતું નથી આજે શું થવા બેઠું છે? બે વખત ચક્રરત્ન નિષ્ફળ ગયું. સર્વ શસ્ત્ર અને સર્વ અસ્ત્ર તો આ દુશ્મનોનું કંઈ જ બગાડી શકે એમ નથી.”
લક્ષ્મણ, શું આ ભારતમાં નવા તો બલદેવ-વાસુદેવ પેદા નથી થયા? આ શત્રુઓ કોઈ અજબ છે, આવા શત્રુઓ ક્યાંય જોયા નથી.”
યુદ્ધ થોભાવી દેવું જોઈએ. નિરર્થક માનવસંહાર શા માટે?
શ્રી રામના મુખ પર વિષાદ અને ગ્લાનિ છવાઈ ગયાં. તેઓ શુન્યમનસ્ક બનીને લક્ષ્મણજી સામે જોઈ રહ્યા. બીજી બાજુ લવ અને કુશ હર્ષથી નાચી ઊઠ્યા.
ત્યાં આકાશમાર્ગે દેવર્ષિ નારદ અને કલાચાર્ય સિદ્ધાર્થ યુદ્ધક્ષેત્રમાં ઊતરી આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણજીને પ્રણામ કર્યા. લવ અને કુશે સિદ્ધાર્થના સંકેતાનુસાર યુદ્ધ થોભાવી દીધું. સહુનું ધ્યાન નારદજી અને સિદ્ધાર્થ તરફ દોરાયું. ત્યાં મુખ પર સ્મિત સાથે નારદજી બોલ્યા :
હે દશરથનંદન! હર્ષના સ્થાને વિષાદ કેમ? આનંદના સ્થાને શોક શા માટે? પુત્રોથી પરાજય તો વંશને ઉજ્વલ કરનાર હોય છે! હે મહાપુરુષ! આ બે કુમાર મહાસતી સીતાના લાડકવાયા પુત્ર લવ અને કુશ છે! યુદ્ધ તો બહાનું છે, તેઓ તમારા દર્શન માટે જ આવેલા છે. હે સુમિત્રાનંદન, આ શત્રુઓ નથી! માટે તો તમારું ચક્રરત્ન નિષ્ફળ ગયું! પૂર્વે પણ ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન બાહુબલી ઉપર નિષ્ફળ ગયું હતું, માટે વિષાદ ન કરો. લવ પર ચક્રરત્ન કેવી રીતે કામ કરે?” નારદજીની વાત સાંભળીને, શ્રી રામ અને લક્ષ્મણજી સ્તબ્ધ થઈ ગયા. તેઓ રથની નીચે ઊતરી ગયા અને શ્રી રામે નારદજીને પૂછયું :
For Private And Personal Use Only