________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
57
જૈન રામાયણ
‘ભામંડલ જરાય વિલંબ કર્યા વિના વિમાનમાં બેસી પુંડરીકપુર આવ્યા. નારદજી પણ સાથે જ પુંડરીકપુર આવ્યા. તેઓ સીધા જ મહારાજા વજંધના મહેલે પહોંચ્યા, પરંતુ ત્યાંથી સમાચાર મળ્યા કે મહારાજા તો યુદ્ધયાત્રામાં છે, એટલે તેઓ સીતાજીના મહેલે આવ્યા. પરિચારિકા મહેલના દ્વારે ઊભી હતી. ભામંડલે કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જા દેવી સીતાને કહે કે ભામંડલ આવ્યો છે.' પરિચારિકા ત્વરિત ગતિથી સીતાજી પાસે પહોંચી ગઈ. સીતાજી પલંગમાં સૂતેલાં હતાં. આસપાસ પુત્રવધૂઓ બેઠેલી હતી.
‘મહાદેવીજી, બહાર એક તેજસ્વી રાજપુરુષ આવ્યા છે. તેઓ પોતાનું નામ ‘ભામંડલ' બતાવે છે અને આપને મળવા ચાહે છે.'
‘ભામંડલ? ભ્રાતા... ભામંડલ, આજે અહીં?’ સીતાજી સફાળાં ઊભા થઈ ગયાં. પુત્રવધૂઓને કહ્યું : ‘ભામંડલ મારા ભાઈ છે!' તેઓ ત્વરિત ગતિએ મહેલના દ્વારે આવ્યાં. ભામંડલને જોતાં જ સીતાજીની આંખો આંસુથી છલકાઈ ગઈ. ભામંડલે સીતાજીને ચરણે પ્રણામ કર્યા, સીતાજીએ નારદજીનું સ્વાગત કર્યું અને બંનેને મહેલમાં લઈ આવી યોગ્ય આસન આપી, બેસાડ્યા. સ્નાનભોજનાદિથી નિવૃત્ત થઈ ભામંડલે સીતાજીને પૂછ્યું :
‘દેવી, લવ-કુશ ક્યાં છે?'
‘અયોધ્યા’
‘શા માટે? કોની સાથે?'
‘એમના પિતાજી અને કાકાને મળવા ગયા છે. લાખો સુભટોની સાથે ગયા છે,’ સીતાજીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો.
‘એટલે?’ ભામંડલને અશુભની આશંકા થઈ.
‘ભાઈ, તારા ભાણેજોનું બળ-પરાક્રમ અદ્ભુત છે. તેઓને આર્યપુત્ર પ્રત્યે રોષ ભભૂક્યો છે. પિતાની સામે પુત્રો યુદ્ધે ચડશે! જો કે મહારાજા વજંઘ અને મહારાજા પૃથુ સાથે ગયા છે. તેઓ કોઈ અનર્થ નહીં થવા દે, પરંતુ આર્યપુત્ર અને લક્ષ્મણને તું જાણે છે. વળી તેઓ ક્યાં જાણે છે કે ‘આ કુમારો કોના છે!' કદાચ કંઈ અનર્થ...
સીતાજી મુક્ત મને રડી પડ્યાં, ભામંડલે આશ્વાસન આપ્યું. રડતાં રડતાં સીતાજીએ પોતાનો સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. ભામંડલનું હૃદય દ્રવી ગયું. તેમણે કહ્યું :
For Private And Personal Use Only