________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ અને કુશ 819 ‘તમારે તમારા મનને સમજાવવું જ પડશે, તમારી આ ભાગ્યહીન ધર્મભગિની માટે અને આ કોમળ બાળકો માટે...” સીતાજીનો સ્વર ગદ્ગદ્ બની ગયો. “સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો. શ્રી રામની આ ધર્મપત્ની, સંકટો, આપત્તિઓના મારાથી જીવનનો ઉલ્લાસ ખોઈ બેઠેલી, એક મહાસતી... મારા અહીં રહેવાથી તેના જીવનમાં જો ઉલ્લાસ પ્રગટતો હોય તો મારે રોકાઈ જવું જોઈએ.” સિદ્ધાર્થને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. હે સિદ્ધાર્થ, તમારે અહીં રહેવું જ પડશે. હું મહારાજા વજજંઘને પણ સમાચાર મોકલું છું. તેઓ પણ તમને આગ્રહ કરશે.” મહાસતી, હું તમારા આગ્રહને ટાળી શકતો નથી, અહીં રહીશ, સીતાજી પ્રસન્ન થઈ ગયાં. તેમણે રાજા વજજંઘને સિદ્ધાર્થ અંગે વાત કરી. વજજંઘ પણ પ્રસન્ન થયા. સિદ્ધાર્થ જેવા સિદ્ધપુરુષ લવ-કુશને કલાચાર્ય મળે તો અવશ્ય લવ-કુશ સર્વકળાઓમાં પારગામી થાય. તેમણે સિદ્ધાર્થને કહ્યું : “હે મહાપુરુષ, સાચે જ સુપાત્ર છે. એવા સુપાત્રમાં તમારું જ્ઞાન પડશે, તે અવશ્ય સફળ બનશે.' રાજન, મહાસતીના અતિ આગ્રહને અવગણવાની મારી શક્તિ નથી.” સત્ય છે, સિદ્ધાર્થ, એ સાક્ષાત્ ધર્મમૂર્તિ છે.' એના બંને બાળકો અસાધારણ લક્ષણો ધરાવે છે. બીજા રામ-લક્ષ્મણ છે!” રામનાં સંતાનો એવાં જ હોય ને!' રામને પણ પરાજિત કરે તેવાં!” ‘આપની કલાઓ પ્રાપ્ત કરનારાઓ માટે એ પણ અશક્ય નથી.” “હું દેવી સીતાના મનોરથ પૂર્ણ કરીશ.” “આપનું વચન સિદ્ધવચન હોય છે.' “ભગવાન જિનેશ્વરદેવનો અચિંત્ય પ્રભાવ છે!” રાજા વજબંઘે સિદ્ધાર્થને રમણીય નિવાસસ્થાન આપ્યું. સુંદર પુષ્પવાટિકાથી ઘેરાયેલું નિવાસસ્થાન, જાણે એક આશ્રમ જોઈ લો! સિદ્ધાર્થને પણ નિવાસસ્થાન ગમી ગયું. પ્રશસ્ત દિવસ અને મુહૂર્ત સિદ્ધાર્થે લવ-કુશનું કલાધ્યયન શરૂ કર્યું. લવકુશમાં જન્મજાત વિનયગુણ હતો. બંને બાંધવો વિનયી, વિવેકી અને વડીલજનો For Private And Personal Use Only