________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામનો કલ્પાંત
૮૧૩ સીતાની પાસે પહોંચ્યો. તે કરુણાવંત હતો, પરંતુ સીતાજી શંકાથી કંપી ઊઠ્યાં. તરત જ પોતાના શરીર પરથી આભૂષણ ઉતારીને રાજાની સામે ધરી દીધાં.
“હે ભગિની! તું જરા પણ ભય ન રાખીશ. આ આભૂષણ તારાં જ છે ને તારાં જ અંગે એ રહેશે. હે ભગિની, તું કોણ છે? અહીં આ વનમાં તારો ત્યાગ કોણે કર્યો? કોણ એવો અતિ નિર્દય પુરુષ છે કે જેણે મહાસતીને અહીં ત્યજી દીધી? તે કહે, નિઃસંદેહ બનીને કહે. તારું કષ્ટ મારાથી જોયું જતું નથી, મારું હૃદય દુ:ખી છે.” રાજાએ કરુણાભર્યા સ્વરે સીતાજીને કહ્યું : સીતાજીની દૃષ્ટિ જમીન પર જડાઈ ગઈ છે. તેઓને રાજાના સ્વરમાં નિર્મળતા અને નિષ્કપટતા સંભળાય છે. તેમનું ભારે હૃદય કંઈક હળવાશ અનુભવે છે. ત્યાં રાજાના મંત્રી સુમતિએ સીતાજીને સંબોધીને કહ્યું :
“હે મહાસતી, આ મહારાજા વજજંઘ છે. પિતા ગજવાહન અને માતા બંધુદેવીના સુપુત્ર છે. પુંડરીકનગરીના વિશાળ રાજ્યના અધિપતિ છે. તેઓ અહંત ધર્મના ઉપાસક છે, મહાન સત્ત્વશીલ છે અને પરનારીસહોદર છે. તેઓ હાથીઓને પકડવા આ જંગલમાં સૈન્ય સાથે આવ્યા હતા. હાથીઓને લઈને, હવે પાછા વળી રહ્યા હતા ત્યાં તારા રુદનનો સ્વર સાંભળી, તારા દુઃખથી દુઃખી થઈ તેઓ અહીં આવ્યા છે, માટે તે નિર્ભય બની તારું દુઃખ કહે.”
મહામંત્રી સુમતિએ મહારાજા વજજંઘનો પરિચય આપ્યો. સીતાજીને રાજામંત્રી પર વિશ્વાસ બેઠો. તેમણે પોતાનો જ્યાં પરિચય આપ્યો, ત્યાં રાજા અને મંત્રી સ્તબ્ધ બની ગયા. “આ શ્રી રામનાં અર્ધાગિની દેવી સીતા છે. આ જાણીને રાજા, મંત્રી સીતાજીને વંદી રહ્યા. મહાસતીના દર્શનથી ઉલ્લસિત થયા, પરંતુ જ્યાં સીતાજીએ પોતાની કરુણકથા સંભળાવી, ત્યાં રાજા ને મંત્રી, ચોધાર આંસુ પડી રહ્યા. સીતાજી રોતાં જાય છે, બોલતાં જાય છે ને રડાવતાં જાય છે. મહારાજા વજજંઘે સીતાજીને કહ્યું :
“હે મહાદેવી, તું મારી “ધર્મભગિની' છે. એક ધર્મને આચરનારા સર્વે પરસ્પર બંધુજન છે. તું મને ભામંડલ માન અને ભાઈના ઘરને પાવન કર. સ્ત્રીઓના માટે પતિગૃહ પછી ભ્રાતૃગૃહ જ આશ્રય હોય છે. વળી તું ચિંતા ન કરીશ. શ્રી રામે લોકોના કહેવાથી તારો ત્યાગ કર્યો છે. એમણે સ્વયં ત્યાગ નથી કર્યો. એમને તો અત્યારે ઘોર પશ્ચાત્તાપ થતો હશે અને તારી જેમ જ તેઓ દુઃખી હશે. તેઓ અલ્પ સમયમાં જ તારી શોધ કરવા નીકળી પડશે. તારા વિરહથી વ્યાકુળ દશરથનંદન, ચક્રવાકી વિનાના ચક્રવાકની જેમ વેદના
For Private And Personal Use Only