________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૭
જૈન રામાયણ જોયું તેં?' વસંતઉત્સવ માણવા સ્વામીનાથ સીતાને લઈને ઊપડ્યા! એમના મનમાંથી સીતા દૂર થાય એમ નથી.”
સાચી વાત છે શ્રીદામા, હવે બીજી જ કોઈ ઉપાય કરવો પડશે. આપણા કથન ઉપર સ્વામીનાથ કંઈ જ વિશ્વાસ મૂકતા નથી.'
હવે હું પણ જોઉં છું. તારે એક કામ કરવું પડશે.' તું કહીશ તેમ કરીશ.”
તારે, પ્રભાવતીએ અને મારે આપણે ત્રણેયએ આપણા મહેલોની દાસીઓ જુએ અને સાંભળે એ રીતે રાવણના પંજાની ચર્ચા કરવાની! દાસીઓના મોઢેથી વાત નગરમાં ફેલાવવાની. રાજમહેલમાં તો ફેલાશે જ. નગરમાં આવી વાત જલ્દી ફેલાઈ જશે. એ વાત ખૂબ જ દૃઢ બનીને આર્યપુત્રને કાને આવશે, ત્યારે તેઓ ધ્યાન આપશે!'
રતિનિભા પહેલાં તો શ્રીદામાની વાતથી ભય પામી પરંતુ પછી ખુશ થઈ ગઈ. “આ યોજના જો ઊંધી વળે ને પકડાઈ જવાય તો?' આ કલ્પનાથી તે ભય પામી પરંતુ શ્રીદામાએ કહ્યું કે “આ તો લોકવાયકા થઈ જવાની. કાવતરા જેવું કંઈ રહેશે નહીં. તેથી પ્રસન્ન થઈને એ જ પ્રમાણે કામ ચાલુ કરવા સંમત થઈ. બંને પહોંચી પ્રભાવતી પાસે. પ્રભાવતીને બધી વાત સમજાવી. તેને પણ સંમત કરી લીધી.
પ્રભાવતીના મહેલથી જ યોજનાનો પ્રારંભ કરી દીધો! રાણીઓની વાતથી દાસીઓ ચોંકી ઊઠી. “મૈથિલી રાવણના પગના પંજાનું ચિત્ર દોરે, રાવણનું ધ્યાન ધરે?' દાસીવર્ગમાં ચર્ચાઓ થવા લાગી. શ્રીદામા અને રતિનિભાની દાસીઓએ પણ વાત જાણી. માન્યામાં ન આવે એવી વાત જ્યારે સીતાના હાથના દોરેલા ચિત્રને, રાવણના પંજાના ચિત્રને જુએ છે ત્યારે માનવા તૈયાર થઈ જાય છે.
વાત અયોધ્યાની હવામાં ફેલાઈ ગઈ.
ઘર-ઘરમાં ચોર-ચોતરે ને બજારમાં મૈથિલીના ચારિત્ર માટે શંકાનું વાતાવરણ બની ગયું. જ્યારે મૈથિલીને આ વાતની ગંધ પણ નથી પહોંચી! વિધિની જ વિચિત્રતા કહેવાય ને!
૦
૦
૦
For Private And Personal Use Only