________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૪
જૈન રામાયણ “આ દશમુખ રાવણના પંજા છે અને મૈથિલીએ ચીતરેલા છે!” શ્રીદામા બોલી.
મૈથિલી! આપની પ્રાણપ્રિય, નિરંતર રાવણનું સ્મરણ કરે છે, તેને જ નાથ માને છે. આવી સ્ત્રી આપનું...' રતિનિભા ઉપાલંભના સૂરે બોલી.
શ્રી રામે રતિનિભા સામે જોઈ, શ્રીદામા સામે જોયું અને ઊભા થઈ, મહેલના ઝરૂખે ઊભા. વિચારમાં પડી ગયા.
બસ, હવે આપણે કંઈ જ બોલવાનું નહીં? અમે જે વાતો કરી, તે હવામાં જ ઊડી ગઈ?'
તમારી વાત મેં સાંભળી લીધી. હું વિચારીશ' શ્રી રામ પ્રભાવતીના મહેલમાંથી નીકળીને સીધા સીતાના મહેલમાં ગયા. ત્રણેય રાણીઓ એકબીજા સામે જોઈ રહી!
જોયું ને? મેં નહોતું કહ્યું કે સ્વામીનાથ સાંભળી લેશે! પરિણામ કંઈ જ નહીં!' શ્રીદામાના મુખ પર રોષ તરવરી રહ્યો.
પરંતુ હું નહીં છોડું. જો આપણા કહેવાથી તેઓ કાને નહીં ધરે તો બીજો ઉપાય કરીશ.” શ્રીદામાં પોતાના મહેલે જવા તૈયાર થઈ. રતિનિભા પણ રવાના થઈ, પ્રભાવતીનું મન કંપી ઊઠ્યું.
શા માટે આ બધું કરવાનું? સુખ તો ભાગ્ય મુજબ મળે છે! કોણ આ શ્રીદામાને સમજાવે?' સ્વગત બોલતી, પ્રભાવતી પલંગમાં પાસાં ઘસવા લાગી.
પ્રિય, તને કુશળ છે ને?” ધર્મના પ્રભાવે ને આપના પ્રભાવે.'
શ્રી રામ મૈથિલીના મહેલમાં આવી સ્વસ્થ બન્યા. પ્રભાવતીના મહેલમાં તેમનું મન ઘણું અસ્વસ્થ બની ગયું હતું. તેમના ઉદાર અને ઉદાત્ત હૃદયને ગંદી અને મલિન વાત જરાય ગમતી ન હતી. એ રાણીઓના માનસને જાણતા હતા. એમને કરેલી વાતની શ્રીરામ ઉપર જરાય અસર થઈ ન હતી. હા, સીતા ઉપર એમનો સ્નેહ દ્વિગુણ થઈ ગયો! તેમણે સીતાજીને કહ્યું :
પ્રિયે, વસંતની આલ્હાદક ઋતુ આવી છે, ચાલો આપણે મહેન્દ્ર-ઉદ્યાનમાં જઈએ.”
નાથ, મને દેવાધિદેવના પૂજનનો મનરથ થયો છે. ઉદ્યાનમાં વિવિધ સુગંધી-પુષ્પોથી હું પૂજન કરવા ચાહું છું, મારા આ મનોરથને પૂર્ણ કરો.'
શ્રી રામે એ જ સમયે સેવકોને આજ્ઞા કરી. બીજા દિવસે પ્રભાતે વિવિધ પ્રકારનાં સુગંધી પુષ્પોથી ભરેલા રત્નજડિત થાળ સાથે દેવી સીતાએ દેવાધિદેવનું
For Private And Personal Use Only