________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
જેન રામાયણ પરંતુ તમે રાવણને જોયો તો હશે ને!' શ્રીદામા લાડભર્યા શબ્દોમાં બોલી.
ના રે, મને એ પાપીનું મુખ જોવું પણ ન ગમે. હા, એ રોજ દેવરમણ ઉદ્યાનમાં આવીને દૂર ઊભો રહેતો એટલે એના પગના પંજા જરૂર દેખાતા હતા.”
એમ? એના પગના પંજા કેવા હતા, મહાદેવી શ્રીદામા અને પ્રભાવતીએ પૂછ્યું.
એમાં શું જોવાનું છે?' સીતાજીએ ઉદાસીનતા બતાવી.
હા મહાદેવી, અમારી ખૂબ ઉત્કંઠા છે, એમને ચીતરીને બતાવો.” શ્રીદામાએ આગ્રહ કર્યો. પણ હું કેવી રીતે ચીતરું?”
આપને તો સુંદર ચિત્રલેખન આવડે છે, ચીતરીને બતાવો.” રતિનિભાએ સીતાજીનો હાથ પકડીને આગ્રહ કર્યો.
સરળ સીતાજીને કપટની કલ્પના શાની આવે? રાણીઓના આગ્રહને વશ થઈ, સીતાજીએ ભૂતકાલીન સ્મૃતિને ઉકેલીને દશમુખ રાવણના પંજા આલેખી દીધા!
બહુ સુંદર, બહુ સુંદર!” શ્રીદામા અને રતિનિભા આનંદથી નાચી ક્યાં, પ્રભાવતીએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. રાવણના પંજાઓથી અંકિત વસ્ત્રને શ્રીદામાએ પોતાની પાસે રાખી લીધું! શોક્ય રાણીઓની પ્રસન્નતાથી સીતાજી પણ પ્રસન્ન થયાં. શોક્ય રાણીઓને સંતોષ આપ્યાનો તેમણે આનંદ અનુભવ્યો.
શોક્ય રાણીઓએ પોતાની યોજના પાર પાડ્યાનો આનંદ અનુભવ્યો! સીતાને ઠગી લીધાનો આનંદ અનુભવ્યો.
એક બીજાને સંતોષવાનો આનંદ અનુભવે છે. બીજા બીજાને ઠગી લેવાનો આનંદ અનુભવે છે!
પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરી કહ્યું : “માતાજી, અપરાજિતા મહાદેવને યાદ કરે છે.”
જા કહે, હું આવી જ રહી છું.” શોક્ય રાણીઓ તરફ જોઈ સતાજી બોલ્યાં : પુનઃ પધારજો અહીં!” અવશ્ય, મહાદેવના સાન્નિધ્યમાં અતિ પ્રસન્નતા અનુભવાય છે!' શ્રીદામાએ
For Private And Personal Use Only