________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ૯૫. બલદેવ-વાસુદેવ
WED
વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિ.
રત્નપુર નગર અને તેનો રત્નરથ રાજા.
રાજાની ચન્દ્રમુખી રાણીએ પુત્રીને જન્મ આપ્યો, તેનું નામ મનોરમા. મનોરમાનું રૂપ અદ્દભુત હતું. જ્યારે તે યૌવનમાં આવી ત્યારે રાજાને ચિંતા થઈ. ‘મનોરમાને યોગ્ય કુમાર કોણ? કોની સાથે મનોરમાને પરણાવવી?'
રાજા રત્નરથ મંત્રીની સાથે મંત્રણા કરતા હતા ત્યાં નારદજી જઈ ચડ્યા. રાજાની મૂંઝવણનો ઉકેલ કાઢતાં નારદજી બોલ્યા :
‘મનોરમા માટે સુયોગ્ય વર હોય તો તે વાસુદેવ લક્ષ્મણ છે.'
આ વાત મનોરમાના કાને ગઈ. તે પિતાની પાસે દોડી આવી. તેણે નારદજીને જોયા. તે રોષથી ધમધમી ઊઠી. લક્ષ્મણજીના ગોત્ર સાથે મનોરમાના ગોત્રનું પરંપરાગત વેર હતું. તેણે નોકરોને ઇશારાથી કહ્યું : ‘આ કોઈ બનાવટી દુષ્ટ પુરુષ છે, એને કૂટી નાખો.' નારદજીએ ઇશારો જોયો. નોકરો મારવા ઊભા થાય એ પહેલાં તો નારદજી મહેલની બહાર નીકળી ગયા અને આકાશમાર્ગે ઊડી ગયા! નારદજીને મનોરમા પર ગુસ્સો આવ્યો. એમણે મનોમન નિર્ણય કર્યો કે ‘મનોરમાને લક્ષ્મણ સાથે જ પરણાવું!' નારદજીએ આકાશમાર્ગે અયોધ્યાની દિશા પકડી અને સીધા અયોધ્યા પહોંચી ગયા.
અયોધ્યાના ઉદ્યાનમાં પહોંચી, નારદજીએ મનોરમાનું આબેહૂબ ચિત્ર દોર્યું. ચિત્ર લઈને લક્ષ્મણજી પાસે પહોંચ્યા. લક્ષ્મણજીને ચિત્ર બતાવ્યું અને કહ્યું :
એ કન્યાનું કેવું અભિમાન ને કેવું સાહસ!! આપનું નામ સાંભળતાં જ એની ભ્રૂકૂટી ચઢી ગઈ અને મને પીટી નાંખવા સેવકોને ઇશારો કર્યો! આ કન્યાનું ગર્વખંડન તો કરવું જ રહ્યું.' લક્ષ્મણજી મનોરમાનું ચિત્ર એકાગ્રતાથી જોઈ રહ્યા હતા. મનોરમા પ્રત્યે અનુરાગ પેદા થયો. મનોરમાનું પાણિગ્રહણ ક૨વાનો નિર્ણય કરી, તેમણે નારદજીને કહ્યું :
‘દેવર્ષિ! મનોરમા લક્ષ્મણના અંતઃપુરને શોભાવશે, આપ નિશ્ચિંત રહો.' નારદજી ખુશ થયા અને વિદાય લીધી! લક્ષ્મણજી પહોંચ્યા સીધા શ્રી રામ પાસે. નારદજીનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને સાથે જ પોતાનો નિર્ણય પણ જણાવી દીધો. શ્રી રામે સંમતિ આપી.
લક્ષ્મણજીએ સેનાપતિને સૈન્ય તૈયાર કરવાની આજ્ઞા આપી.
For Private And Personal Use Only