________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
જૈન રામાયણ સાથે વાત કરવાથી સર્યું.’ શેઠ વિચાર કરતા રહ્યા અને શેઠની પુત્રવધૂએ મુનિઓને ભિક્ષા આપી.
મુનિવરો અયોધ્યામાં વર્ષાકાળ વ્યતીત કરતા “ઘુતિ નામના આચાર્યના ઉપાશ્રયે ગયા. મુનિવરોને જોતાં જ ઘુતિ આચાર્ય ઊભા થયા અને ભાવપૂર્વક વંદના કરી તેઓને આસન પ્રદાન કર્યું. મુનિવરોએ ત્યાં પારણું કર્યું. આચાર્યના શિષ્યોએ મુનિવરોને વંદના ન કરી! “વર્ષાકાળમાં વિહાર કરનાર તે સાધુ કહેવાય? આપણા આચાર્ય પણ કેવા કે આવાઓનું બહુમાન કરે. તેમને વંદન કરે!” સાધુઓ અવજ્ઞાપૂર્વક એ મુનિઓ તરફ જોઈ રહ્યા. પારણું કરીને એ મુનિવરોએ આચાર્ય દ્યુતિને કહ્યું. “અમે મથુરાથી આવ્યા છીએ અને પાછા મથુરા જઈએ છીએ.”
મુનિવરો આકાશ-માર્ગે મથુરા પહોંચી ગયા.
આચાર્ય દ્યુતિએ પોતાના સાધુઓને કહ્યું : “આ તો જંઘાચારણ મહામુનિ હતા. આકાશમાર્ગે જ ગમનાગમન કરનારા! અનેક લબ્ધિઓ ધરનારા અને મહાન તપસ્વી મુનિવર છે!” સાધુઓના પશ્ચાત્તાપની સીમા ન રહી, તેઓ બોલી ઊઠ્યા :
ગુરુદેવ, અમે અજ્ઞાનીઓએ તો એમને વંદના પણ ન કરી. ઉપરથી અવજ્ઞા કરીને પાપકર્મ બાંધ્યાં. સાધુઓ પશ્ચાતાપ કરવા લાગ્યા ત્યાં અદ્દત્ત શેઠ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ઘુતિ આચાર્યને કહ્યું : ‘ગુરુદેવ! ચોમાસામાં પણ સાધુવેશધારી પાખંડીઓ ફરવા માંડ્યા છે.”
અરે અહંદૂદત્ત, એમ બોલીને મહા મુનીશ્વરોની નિંદા ન કર. એ પાખંડી મુનીશ્વરો ન હતા. પરંતુ જંઘાચારણ મહાન મુનીશ્વરો હતા. મથુરાથી આકાશમાર્ગે અહીં પારણું કરવા આવ્યા હતા અને પાછા તેઓ મથુરા પધાર્યા છે.”
શું કહો છો ભગવંત? એ જંઘાચારણ મુનિવરો હતા? મારું તો ભાગ્ય ફૂટી ગયું, મેં તો તેમનો તિરસ્કાર કર્યો, એમના માટે ખોટી કલ્પનાઓ કરી. પ્રભુ મારું શું થશે?' શેઠને ઘોર પશ્ચાત્તાપ થયો. તેણે પૂછ્યું :
ભગવંત, મેં કરેલી આશાતના નિવારવાનો ઉપાય બતાવો.' મથુરા જઈને એ મુનિવરો પાસે ક્ષમાયાચના કરી આવવી જોઈએ.”
અહંદૂદત્ત શેઠ કાર્તિક સુદી સાતમના દિવસે મથુરા ગયા. મથુરાના ભવ્ય જિનમંદિરોમાં પૂજન કરી શેઠ સપ્તર્ષિઓ પાસે પહોંચ્યા.
For Private And Personal Use Only