________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭.
શત્રુશ્નનો મથુરા વિજય
મંગલ મુહૂર્ત શત્રને અયોધ્યાથી પ્રયાણ કર્યું. નિરંતર પ્રયાણ કરતા, તેઓ મથુરા પાસે વહેતી નદીના કિનારે પહોંચી ગયા અને કિનારે જ સૈન્યની છાવણી નાંખી. ગુપ્તચરો તો ક્યારના ય મથુરામાં પહોંચી ગયા હતા અને ગુપ્ત માહિતી મેળવી રહ્યા હતા. રાત્રિનો સમય હતો. ગુપ્તચરોએ આવીને શત્રુઘ્નને સમાચાર આપ્યા.
મહારાજા, મથુરાની પૂર્વ દિશામાં કુબેર-ઉદ્યાન આવેલું છે. મધુ એની રાણી જયંતીની સાથે આજે ઉદ્યાનમાં ગયો છે. અત્યારે અમે કુબેર-ઉદ્યાનમાંથી જ આવ્યા છીએ. મધુ જયંતીની સાથે ક્રીડાસક્ત છે.”
એનું પેલું “શૂળ' એની સાથે છે?' ના જી, શૂળ અસ્ત્રાગારમાં મૂકીને જ ઉદ્યાનક્રીડા કરવા ગયો છે.” ઘણું સુંદર! આજની રાત જ નિર્ણાયક બની જશે.' ગુપ્તચરોને વિદાય કરી, શત્રુઘ્ન તરત કૃતાન્તવદન સેનાપતિને બોલાવ્યો.
સેનાપતિજી, અત્યારે જ સૈન્યને ખૂબ જ ગુપ્તતાથી મથુરામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપો અને પૂર્વ દિશાના દ્વારે અપૂર્વ વ્યુહરચના કરો. ત્યાં આજે પહેલું ને છેલ્લું યુદ્ધ ખેલી લેવાનું છે.
શત્રુઘ્ન છલ-યુદ્ધ કરી લેવા ચાહતો હતો. જ્યારે મધૂ પાસે “શૂળ ન હોય તે સમયે જ મધુને પરાજિત કરી શકે એમ હતો. સૈન્ય નદી પાર કરીને, સામે કિનારે પહોંચવા લાગ્યું. પશ્ચાદૂભૂમિમાં કૃતાન્તવદનને રાખી, શત્રુઘ્ન સ્વયં સૈન્યનું નેતૃત્વ કરી, નગરના પૂર્વ દ્વારે પહોંચી ગયા. નગરના પ્રવેશદ્વારે જ યુદ્ધ આપવું હતું. દ્વારપાલોને જીવતા જ પકડી લેવામાં આવ્યા. નગરની શાંતિમાં જરાય વિઘ્ન કર્યા વિના અયોધ્યાના સૈનિકો મધુની રાહ જોવા લાગ્યા. રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થવા આવ્યો હતો. ગુપ્તચરોના કથનાનુસાર મધુ બીજા પ્રહરના અંતે નગરમાં પાછો વળવાનો હતો.
અલ્પ સમયમાં જ ઉદ્યાન માર્ગે થોડા જ ઘોડેસ્વારો સાથે એક ભવ્ય રથ દેખાવા લાગ્યો. રાત્રિની નરવ શાંતિમાં રથના ચક્રો સાથે જોડાયેલી ઘૂઘરીઓનો ઘમકાર મધુના આગમનના સ્પષ્ટ સૂચનો આપતો હતો. માર્ગની બન્ને બાજુ અયોધ્યાના સૈનિકો વૃક્ષોની આડમાં છુપાયેલા હતા. મધુની સવારીના અગ્રે મધુનો પુત્ર લવણ હતો. લવણે તાજો જ યૌવન-પ્રવેશ કરેલો હતો. તે સાહસભર્યો વીર યુવાન હતો. શસ્ત્રસજ્જ બનેલો લવણ ઘોડેસ્વાર હતો. એની પાછળ બીજા ચાર ઘોડેસ્વાર હતા અને પછી મધુનો રથ હતો. આવા છલયુદ્ધની
For Private And Personal Use Only