________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
ભરત ચરિત્રના પંથે જેમને જેમને ભારતના ચારિત્ર-સ્વીકારની વાત જાણવા મળી, તેઓ અયોધ્યા આવવા રવાના થઈ ગયા. રાજાઓના રથો, હાથી, ઘોડા અયોધ્યામાં આવી પહોંચ્યા. અનેક શ્રેષ્ઠીઓ અને સાર્થવાહો પણ આવવા લાગ્યા. અયોધ્યાનાં સેંકડો જિનમંદિરોમાં ઉત્સવ મંડાયા હતા. મહારાજા ભરત સવારથી સંધ્યા સુધી ગરીબો, અનાથોને દાન આપતા હતા. અયોધ્યાના રાજમાર્ગો શણગારવામાં આવ્યા હતા.
માતા કૈકેયીનો નિર્ણય બીજા જ દિવસે ભરતે શ્રી રામને જણાવ્યો. શ્રીરામ સ્તબ્ધ થઈ ગયા. “શું કહે છે ભરત? માતા કૈકેયી પણ ચારિત્ર લેશે?” “સત્ય છે આર્યપુત્ર, માતાનો દ્રઢ નિર્ણય છે.”
શ્રી રામ શીધ્ર કૈકેયીના મહેલે પહોંચ્યા. કૈકેયીના ચરણે નમસ્કાર કરી, સિંહાસન પર બેઠા. “માતા, ભરતે મને કહ્યું કે તું પણ ચારિત્ર લેવાનો નિર્ણય કરી બેઠી છે?” શ્રી રામે કિકેયીને સીધો જ પ્રશ્ન પૂછુયો. કૈકેયીના મુખ પર સ્મિત ફરકી ગયું. તેણે શ્રીરામ સામે જોયું અને કહ્યું : “વત્સ, ભરતે કહી તે વાત સાચી છે. મેં ચારિત્ર સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. રાત્રે જ મેં ભરતને મારા હૃદયગત ભાવો જણાવ્યા.'
આમ અચાનક નિર્ણય કરવાનું કારણ..?”
વત્સ, આ નિર્ણય મેં અચાનક નથી કર્યો, જાહેર અવશ્ય અચાનક કર્યો છે. બાકી મારું મન તો એ નિર્ણય કરી જ બેઠું હતું કે ભરત સંસારત્યાગ કરે, એની સાથે મારે પણ સંસાર ત્યાગ કરવો. સાચે જ હવે મને આ સંસારનાં સુખોની કોઈ જ સ્પૃહા નથી રહી, કોઈ રાગ નથી રહ્યો કે કોઈ કામના નથી રહી. તારા પિતાજીના માર્ગે જ જવામાં મારા અને ભરતના આત્માનું શ્રેય છે.”
શ્રી રામ કૈકેયીનાં ઉપશમ-રસનીતરતાં વચનો સાંભળે છે. તેમની આંખો આંસુ-ભીની થઈ ગઈ છે, “કૈકેયી ચારિત્ર લેશે, ભરત ચારિત્ર લેશે,' શ્રીરામને સ્નેહીનો વિરહ પીડા આપી રહ્યો. રામની આંખમાં આંસુ જોઈ, કૈકેયીએ પોતાના પાલવથી રામની આંખો લૂછી નાંખી. રામના માથે વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવતી કેકેયી બોલી :
વત્સ, તારી માતૃભક્તિએ વિશ્વને એક મહાન આદર્શ આપ્યો છે. સાચું કહું તો મેં તને કાંઈજ સુખ આપ્યું નથી. અરે, દુઃખ જ આપ્યું છે, કષ્ટ આપ્યું છે,” નહીં... નહીં માતા, એમ ન બોલ, મારી કલ્પનામાં પણ નથી કે તે મને દુઃખ
For Private And Personal Use Only