________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૮
જૈન સમાયણ પ્રસિદ્ધ વેશ્યા વસંતસેનાના મોહપાશમાં બંધાતો ગયો. વર્ષો સુધી વસંતસેના સાથે મનમાન્યા ભોગ ભોગવ્યા. એક દિવસ તેનો સૂતેલો આત્મા જાગ્યો. તેને આત્માનો વિચાર આવ્યો, પરલોકનો વિચાર આવ્યો. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે, મૃદુમતિએ ભોગસુખોનો ત્યાગ કર્યો. તે શ્રમણ બન્યો. શ્રમણ જીવનનું પાલન કરી, સમાધિમૃત્યુ પામી, એ બ્રહ્મદેવલોકમાં દેવ થયો.
બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, એ વૈતાઢચપર્વત ઉપર હાથી થયો! હે રામ, એ જ તમારો આ ભુવનાલંકાર! - પ્રિયદર્શનનો જીવ બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, તમારો ભાઈ ભરત બન્યો!'
કેવળજ્ઞાની દેશભુષણ મુનીશ્વરે શ્રીરામની જિજ્ઞાસા સંતોષી. તેની પરમ તૃપ્તિ તો ભરતજીને થઈ! પોતાના જન્મજન્માંતરોનો આ ઇતિહાસ સાંભળી ભરતનો વૈરાગી આત્મા ઊછળી પડ્યો. દેશભુષણ મુનીશ્વરનાં ચરણોમાં ઢળી પડી, ભરતે અશ્રુઓ વહાવ્યાં. “હે ભગવંત! હવે મારો ઉદ્ધાર કરો, મારે હવે પુનઃ જન્મ નથી લેવો. મારે ભવોમાં નથી ભટકવું.”
શ્રી રામની આંખો ભીની થઈ ગઈ. સીતાજી, વિશલ્યા વગેરેએ બોર બોર જેવડાં આંસુ પાડ્યાં. શ્રી રામ ભરતને ભેટી પડ્યા અને ગદ્ગદ્ સ્વરે બોલ્યા:
વત્સ ભરત! હવે હું તારા માર્ગમાં વિઘ્ન નહીં કરું, તારા વૈરાગી આત્માને રાગના બંધનોમાં જકડી, દુઃખી નહીં કરું. હું કેવળજ્ઞાની ભગવંતને પ્રાર્થના કરું છું કે તેઓ તારા ચારિત્ર મહોત્સવ પર્યત અહીં સ્થિરતા કરે.'
દેશભૂષણ મહામુનિને વિનંતી કરી, શ્રીરામ પરિવાર સાથે રાજમહેલે પધાર્યા. શ્રીરામ ભરતની સાથે સીધા જ અપરાજિતાના મહેલે ગયા. અપરાજિતાના ચરણે નમસ્કાર કરી, શ્રીરામે ભરતનો ચારિત્ર લેવાનો નિર્ણય જણાવ્યો. અપરાજિતાએ ભરતના માથે આંસુ વહાવ્યાં.
“વત્સ, તને હું કેવી રીતે ચારિત્રની અનુમતિ આપું? પરંતુ મારા મોહના કારણે તારા આત્માની મુક્તિમાં અંતરાય નહીં કરું. તારું કલ્યાણ થાઓ વત્સ! અપરાજિતા રડી પડ્યાં. શ્રી રામ પણ ત્યાં રુદનને રોકી શક્યા નહીં. ત્યાં જ કૈકેયી, સુમિત્રા, સુપ્રભા વગેરે આવી ગયાં. ભરતનો ચારિત્ર-ગ્રહણનો નિર્ણય સહુએ જાણી લીધો હતો અને શ્રીરામની સંમતિ પણ સહુએ જાણી હતી જ.
૦
૦
૦
For Private And Personal Use Only