________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતનો પૂર્વભવ
૭૬૫ ગજપુરમાં નવું જીવન મળ્યું. રાજા હરિમતિ અને રાણી ચન્દ્રલેખાનો એ પુત્ર થયો, નામ મળ્યું કુલકર! પેલો બીજો રાજકુમાર સૂરોદય પણ એ જ ગજપુરમાં જન્મ્યો. વિશ્વભૂતિ અને અગ્નિકુંડના બ્રાહ્મણ-પરિવારમાં જન્મ થયો. તેનું નામ પડ્યું શ્રુતિરતિ.
રાજકુમાર રાજા બન્યો અને બ્રાહ્મણપુત્ર પુરોહિત બન્યો. બંને વચ્ચે પ્રીતિ જામી. પૂર્વજન્મના સંસ્કારો હતા ને પ્રીતિના!
એક દિવસ રાજા કુલંકર તાપસીના આશ્રમે જતા હતા. માર્ગમાં એક અવધિજ્ઞાની મુનિ અભિનંદન મળ્યા. તેમણે રાજાને કહ્યું :
હે રાજન! પંચાગ્નિ તપ તપતા એ તાપસના આશ્રમમાં કે જ્યાં તું જાય છે, ત્યાં બાળવા માટે જે લાકડાં લાવવામાં આવ્યાં છે, તેમાં એક મોટું લાકડું છે. તે લાકડામાં એક મોટો સર્પ છે. તે તારા પિતામહ ક્ષેમંકરનો જ જીવ છે! માટે એ લાકડાને ચિરાવીને, એ બિચારા સર્પની રક્ષા કરવી જોઈએ.”
પવિત્ર મુનીશ્વરની વાણી સાંભળી, રાજા વિહ્વળ બની ગયો. ત્વરિત ગતિથી આશ્રમમાં પહોંચ્યો. ત્યાં બાળવા માટેનાં લાકડાં પડેલા જોયાં. પાસે જ પંચાગ્નિ તપ તપતા તપસ્વીને જોયો. તેણે હજુ પેલા મોટા લાકડાને આગમાં નાખ્યું ન હતું; આશ્રમના અન્ય તાપસોએ રાજાનું સ્વાગત કર્યું. રાજાએ તરત જ એ તાપસોને પેલું મોટું લાકડું કાળજીપૂર્વક ચીરીને અંદર રહેલા સર્પને બહાર કાઢવા કહ્યું. તાપસ વિસ્મિત થઈ ગયા! તરત એ લાકડાને ચીરવામાં આવ્યું તેમાંથી એક મોટો સર્પ નીકળ્યો!
આ પ્રસંગની ગંભીર અસર રાજા કુલકર પર પડી. “પોતાના પિતામહ સર્પને જો દયાળુ મુનિ ભગવંત ન બચાવત તો શું થાત? મુનીશ્વરનું કેવું અભુત જ્ઞાન અને પેલા અજ્ઞાન તપસ્વીનું કેવું અજ્ઞાન કષ્ટ?” રાજાનું મન સંસારના ભોગસુખોથી વિરક્ત બની ગયું. એ અભિનંદન મુનિના સંપર્કમાં આવ્યા અને સંસારનો ત્યાગ કરી, સાધુ જીવન સ્વીકારવા તત્પર બન્યા.
શ્રુતિરતિને કુલકર રાજાને વૈરાગ્ય થયાનું અને શ્રમણ બનવાનું જાણવા મળ્યું. એણે રાજાને કહ્યું : “રાજન, આ ઉમરમાં ચારિત્ર લેવાનું ન હોય. વળી આ ધર્મ-આમ્નાય પણ વૈદિક નથી. શા માટે ઉતાવળ કરે છે? તે છતાં ય જો તારે શ્રમણ બનવું જ હોય તો વૃદ્ધાવસ્થામાં બનજે. શ્રુતિરતિની સલાહે રાજાના ઉત્સાહને તોડી નાંખ્યો. “શું કરવું હવે? આ વિચારમાં રાજા ખોવાઈ ગયો.'
બીજી બાજુ એક વિષાદપૂર્ણ ઘટના બની હતી. રાજાની રાણી શ્રીદામાં
For Private And Personal Use Only