________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૮
જૈન રામાયણ દિશામાં તીવ્રતા અનુભવી રહ્યું છે! એક જ વ્યક્તિ ભરતના મનોભાવને પામી રહી હતી અને તે હતી કેકેયી પુત્રના વિચારોથી તે સુપરિચિત હતી, પરંતુ એ મૌન હતી. એનો અંતરાત્મા પણ અધ્યાત્મ તરફ ઝૂકી ગયેલો હતો. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. ભરત બોલ્યા : મહામંત્રીજી, આપ પધા, સમય થઈ ગયો છે.” આપ પણ હવે વિશ્રામ લો, છેલ્લા કેટલાય દિવસોથી આપ વ્યસ્ત છો.' વિશ્રામ! ઘણા ભવોથી, અનંત ભવોથી વિશ્રામ ક્યાં છે? ચાર ગતિમાં આત્માના પરિભ્રમણનો વિચાર કરું છું, ત્યારે હું કંપી ઊઠું છું. મને થાક અનુભવાય છે અને વિશ્રામ માટે મોક્ષમાં જવા હું તલસી ઊઠું છું. મોક્ષ સિવાય વિશ્રામ છે જ નહીં.'
ભરત અટક્યા. મહામંત્રી ગંભીર વિચારમાં પડી ગયા હતા. ત્યાં દોડતી દોડતી પરિચારિકા આવી અને કહ્યું :
મહારાજા, આર્યપુત્ર સ્વયં અહીં પધારી રહ્યા છે.'
ભરત સહસા ઊભા થઈ ગયા અને આવાસગૃહની બહાર દોડી ગયા. મહામંત્રી પણ ઊભા થઈ સામે ગયા. શ્રી રામ આવાસગૃહના દ્વારે આવી ગયા હતા. ભરતે તેમનાં ચરણોમાં મસ્તક ઢાળી દીધું. મહામંત્રીએ નતમસ્તક બની પ્રણામ કર્યા. ભરતને ચરણોમાંથી ઊભા કરી, શ્રીરામે આવાસગૃહમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ પ્રણામ કરી, જવાની અનુજ્ઞા લીધી. શ્રી રામ પર્યક પર બેઠા. ભરત ભૂમિતલ પર બેસી ગયા.
અત્યારે અહીં પધારવાનું કષ્ટ?' આજે સંપૂર્ણ દિવસ તને જોયો જ નહીં એટલે ચાલ્યો આવ્યો.” સંદેશ મોકલ્યો હોત તો સેવક હાજર થઈ જાત ને.” એમાં સમય વધુ જાત ને શ્રી રામના બંને હાથ ભરતના માથે ફરી રહ્યા હતા. હાથમાંથી અપાર સ્નેહ વરસી રહ્યો હતો. ‘ભરત, તું કુશળ છે ને? તારું શરીર સ્વસ્થ છે ને?”
આપનાં દર્શન થયાં, આપનાં ચરણોનો સ્પર્શ મળ્યો એટલે બધી અકુશળતા ટળી ગઈ, અસ્વસ્થતા ચાલી ગઈ.
For Private And Personal Use Only