________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના રાજમહેલમાં
કેકેથી, શા માટે રડે છે? ભારતની વાતોથી રડે છે? બહેન, ભારતની ભવ્યતા જ જુદી છે. એ મહેલમાં વસતો યોગી જ છે! એના ઉપર આપણને રાગ છે, પરંતુ એને આપણા ઉપર રાગ નથી. આપણે જે ભૌતિક પદાર્થોમાં સુખ માનીએ છીએ, એને એ પદાર્થોમાં સુખ દેખાતું નથી. એ તો એમાં દુઃખનાં દર્શન કરે છે. આપણને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખના નથી. એને મોક્ષ વિના શાંતિ નથી, સ્વસ્થતા નથી. તે છતાં તેના પિતાના વચન ખાતર તે આટલો સમય રહ્યો અને રાજ્ય સંભાળ્યું.”
કૈકેયી જમીન તરફ દૃષ્ટિ કરીને કૌશલ્યાની વાત સાંભળી રહી હતી. ભરતના આંતર-બાહ્ય વ્યક્તિત્ત્વ વિશે તેણે અનેકવાર વિચાર્યું હતું. તેની સાથે ઘણીવાર વાતો પણ કરી હતી. સંસાર અને સંસારત્યાગની ચર્ચાઓ કરી હતી. આજે કૌશલ્યાના મુખે ભરતના મનની વાતો એણે પહેલી જ વાર સાંભળી. કૈકેયીને કૌશલ્યાના શબ્દોમાં ભારત પ્રત્યેનું વાત્સલ્ય દેખાયું. ભારતના મનને ઓળખવાની પ્રેરણા દેખાઈ, ભરતના માર્ગમાં હવે વિપ્ન નહીં કરવાની, આડકતરી સુચના દેખાઈ, તેણે કૌશલ્યાના મુખ તરફ જોયું. કૌશલ્યા વાતાયનની બહાર છવાયેલા, નીલા આકાશ સામે જોઈ રહ્યાં હતાં. કૈકેયી કૌશલ્યાના કરમાયેલા અને શણગારવિહોણા મુખ તરફ જોઈ રહી. વર્ષોથી પતિ વિના, પુત્ર વિના ને પુત્રવધૂ વિના જીવન જીવનારી કૌશલ્યાએ કેવી રીતે પોતાનું મન મનાવ્યું હશે? કેવી રીતે પોતાના પુત્ર સ્નેહને સંઘરી રાખ્યો હશે? કેકેયી વિચારે ચઢી ત્યાં કૌશલ્યાએ કૈકેયીને કહ્યું :
મેં ભરતમાં રામનાં દર્શન કર્યા છે! ભારતમાં મેં લક્ષ્મણ જોયો છે, મેં ભરતમાં જ મારા સ્નેહની તૃપ્તિ અનુભવી છે, એટલે ભરત મને કેટલો પ્રિય છે એ તું સમજી શકે છે.'
કેકેયીને જાણે પોતાના વિચારો અને પ્રશ્નોનું સમાધાન મળી ગયું. “કૌશલ્યા મારા ભારતમાં રામને જોઈ શકે તેમ હું રામમાં ભારતને જોઈ શકું!” ભરત હવે રોક્યો નહીં રોકાય, ચારિત્રમાર્ગે ચાલ્યો જશે આ વાત કિકેયી સમજી શકી હતી. શ્રી રામ અયોધ્યા આવે એટલી જ રાહ ભરત જોઈ રહ્યો હતો.
પણ, આટલાં વર્ષે આવતા રામમાં મારા પ્રત્યે આદર રહ્યો હશે? કારણ કે વનવાસ જવામાં નિમિત્ત તો હું જ બની હતી ને? હા, રામ એવી કોઈ ગાંઠ વાળે એવા નથી, પરંતુ લક્ષ્મણનો ક્રોધ એટલે.” કેકેયી ધ્રુજી ગઈ.
“લક્ષ્મણે મારા માટે રામને વાત નહીં કરી હોય? અને જો રામ મારા પ્રત્યે
For Private And Personal Use Only