________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના રાજમહેલમાં
૭૩૭
‘અરે મારો લક્ષ્મણ તો રાવણનો છું, ઇન્દ્રનો પણ વધ કરે એવો વીર છે. હું તો તેને જન્મથી જાણું છું ને!’
ત્રણેય મહારાણીઓના મુખ પર આનંદ છવાઈ ગયો. શત્રુઘ્નની માતા બહાર ગઈ હતી તે પણ આવી ગઈ. તેની પાછળ શત્રુઘ્ન આવી પહોંચ્યો. શત્રુઘ્નને પોતાની પાસે બેસાડતાં ભરતે કહ્યું :
‘ભાઈ, કાલે આર્યપુત્ર પધારશે. આવાસગૃહો તૈયાર થઈ ગયાં? ‘હું આવાસગૃહોની સજાવટ કરાવીને જ અહીં આવ્યો છું.’
‘નગરમાં આર્યપુત્રની પધરામણીનો પટહ વગડાવવા મહામંત્રીને સૂચન આપો.’ ‘મહામંત્રીએ સૂચન કરીને પટહ વગડાવવો ચાલુ કરી દીધો છે. નગરવાસીઓનો હર્ષ હિલોળે ચઢ્યો છે. આખું નગર શણગારાઈ ગયું છે. એક એક ઘર રંગાઈ ગયું છે ને રાજમાર્ગો, ગલીઓ બધું જ સ્વચ્છ બન્યું છે.’
ભરતે શત્રુઘ્નની વાત સાંભળી, ખુશી વ્યક્ત કરી. વળી કંઈક યાદ આવ્યું! ‘શત્રુઘ્ન, આર્યપુત્રની સાથે લંકાપતિ બિભીષણ, વાનરપતિ સુગ્રીવ વગેરે આવવાના છે, માટે અતિથિગણ માટે મહેલોની વ્યવસ્થા થઈ ગઈ?
‘એ કામ મેં મહામંત્રીને સોંપ્યું છે અને લંકાના શિલ્પીઓએ જે નવાં રાજભવનો સર્જ્યો છે ત્યાં જ અતિથિગણનું આતિથ્ય થશે.'
‘એ, બિભીષણ કોણ છે?' કૌશલ્યાએ પૂછ્યું.
‘રાવણનો નાનો ભાઈ. પણ મા ખરેખર તે મહાત્મા છે હોં! જ્યારે રાવણ દેવી સીતાજીને ઉપાડી ગયો હતો ત્યારે બિભીષણે જ પહેલો વિરોધ કર્યો હતો અને રાવણ ન માનતાં, પોતાની સેના સાથે એ શ્રી રામના પક્ષે આવી ગયો હતો...'
‘બહુ ભલો માણસ કહેવાય.' કૌશલ્યાએ કહ્યું.
‘બીજા જે સુગ્રીવ સાથે આવે છે તેમણે તો આર્યપુત્રની જે સેવા-ભક્તિ કરી છે કે જેની આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી! સીતાજીની શોધ પણ એમણે જ કરી હતી.'
‘વળી, પુત્ર, તું પેલા હનુમાનની વાત કરતો હતો તે અંજનાનો પુત્ર, એ આવવાનો છે?’ કૈકેયીએ વાર્તાલાપમાં ભાગ લેતાં પૂછ્યું.
‘હનુમાન તો હનુમાન છે મા! મોટા ભાગે તો તેઓ અહીં આવવા જ જોઈએ. એના બેજોડ પરાક્રમે તો રાવણને ધ્રુજાવી દીધો હતો,’
For Private And Personal Use Only