________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
જૈન રામાયણ
આંખો બંધ હતી. બે હાથ વચ્ચે મસ્તક નમાવી તે શૂન્યતામાં પ્રવેશી રહ્યો હતો. મંદોદરીએ તેને હચમચાવ્યો.
‘લંકાપતિને એવી કઈ ચિંતા સતાવી રહી છે?’
રાવણે આંખ ખોલી, પણ ઊંચી ન કરી શક્યો, તેણે કહ્યું.
‘દેવી, શું કહું? વૈદેહીનો વિરહ અસહ્ય બની ગયો છે. મારાં ગાત્ર શિથિલ બની રહ્યાં છે, હું બોલી શકું એમ નથી કે મારી આંખ ખોલી તને જોઈ શકું એમ પણ નથી. મારા મનમાં મને સીતા... સીતા...’ રાવણે આંખો બંધ કરી દીધી અને તે પલંગમાં ફસડાઈ પડ્યો. મંદોદરી રાવણની વ્યથા જાણતી હતી, પરંતુ કામની આવી વિટંબણામાં રાવણ ફસાશે, તેની કલ્પના તેને ન હતી. તે ચૂપચાપ ત્યાં ઊભી રહી.
રાવણ મંદોદરીનો હાથ પકડી, પાગલની જેમ બોલી ઊઠ્યો.
‘તું મને જીવિત ઇચ્છે છે મંદોદરી? તો તું માન મૂકીને વૈદેહી પાસે જા, અને તેને સમજાવ. તે મને ચાહે, મને તેનો ચિર-સહવાસ પ્રાપ્ત થાય. તું આટલું મારું કામ નહીં કરે? તું મારા માટે આટલો ભોગ નહીં આપે?’
મંદોદરી વિચારમાં પડી.
‘દેવી, તું જાણે છે કે મેં ગુરુસાક્ષીએ નિયમ લીધો છે કે પરનારી, કે જે મને ચાહતી ન હોય, તેના પર હું ક્યારેય બળાત્કાર નહીં કરું.' બસ, આ નિયમ મારી આડે આવે છે, પણ હું એ નિયમનું પાલન કરીશ જ. હું વૈદેહી પર બળાત્કાર કરવા નથી માંગતો.'
મંદોદરી કુલીન હતી. પતિની પીડાથી તે પીડાઈ રહી હતી. તેણે પતિ માટે વૈદેહીને સમજાવવાનું કાર્ય સ્વીકાર્યું અને ત્યાંથી સીધી જ દેવરમણ ઉદ્યાનમાં આવી.
મંદોદરીના ગયા પછી રાવણને કંઈક આશા દેખાઈ. પરંતુ તેનું અંતઃકરણ સાક્ષી પૂરતું ન હતું. તેનું અંતઃકરણ તો કહેતું હતું, વૈદેહી નહીં જ માને! ખેર, મંદોદરી શું સમાચાર લઈ આવે છે, તેની રાહ જોતો, તે વાસગૃહમાં આંટા મારવા લાગ્યો.
દેવ૨મણ ઉદ્યાનને રાવણે સ્વર્ગનું નંદનવન બનાવી દીધું હતું. અનેક સ્ત્રીપરિચારિકાઓ સીતાની સેવામાં મૂકવામાં આવી હતી ઉઘાનનાં દ્વારો પર સશસ્ત્ર સુભટો ગોઠવવામાં આવ્યા હતા. મંદોદરીનો રથ ઉદ્યાનના દ્વારે આવ્યો, દ્વાર૨ક્ષકોએ મસ્તક નમાવી માન આપ્યું. પરિચારિકાઓએ ‘દેવી મંદોદરીનો
For Private And Personal Use Only