________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫. લંકામાં છ વર્ષ અને સીતાજી સાથે શ્રી રામે લંકાપતિના દિવ્ય આવાસમાં પ્રવેશ કર્યો. સીધા જ તેઓ આવાસ-અન્તર્ગત શ્રી શાન્તિનાથ ભગવંતના ચૈત્યમાં ગયા.
શાન્તિચૈત્ય વિશાળ હતું. એક હજાર મણિ મઢેલા સ્તંભો પર એ ચૈત્ય ઊભેલું હતું. શિલ્પકલાનો એ અભુત નમૂનો હતો. શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી પ્રસન્ન થઈ ગયાં.
સીતાજીએ પ્રભુપૂજનની ભાવના વ્યક્ત કરી. બિભીષણે તરત પૂજનસામગ્રી મંગાવી લીધી.
બીજી બાજુ શ્રી રામ વગેરે સ્નાનાદિથી નિવૃત્ત થઈ, વિશુદ્ધ કિંમતી વસ્ત્રોથી સજ્જ થઈને આવી ગયા.
અતિ ભક્તિપૂર્ણ હૃદયથી ત્રણેયએ પૂજા કરી. બિભીષણે કહ્યું :
કૃપાનાથ, સેવકના આવાસમાં પણ જિનચૈત્ય છે. ત્યાં પણ જિનપૂજન કરવાથી આપનું મન આલ્લાદિત થશે.”
સુગ્રીવ વગેરે રાજાઓ, સેનાપતિઓ, રાજકુમારો આદિ સાથે શ્રી રામ બિભીષણના મહેલે પધાર્યા.
બિભીષણનો મહેલ પણ રાવણના મહેલની સ્પર્ધા કરે તેવો સુશોભિત અને વિશાળ હતો. શ્રી રામે પરિવાર સહિત જિનચૈત્યમાં પૂજન કર્યું અને ત્યારબાદ ભોજનાદિથી નિવૃત્ત થયા. શ્રી રામસૈન્યના દરેક રાજાઓ, રાજકુમારો અને સેનાપતિઓ આજે બિભીષણના અતિથિ હતા.
સહુ ભોજનાદિથી નિવૃત્ત થયા. શરીરનો ખેદ દૂર થયો, ત્યારે બિભીષણે પોતાના વિશાળ સભાભવનમાં સહુને એકત્રિત કર્યા.
રત્નસિંહાસન પર શ્રી રામને આરૂઢ કરી, બિભીષણ શ્રી રામચરણની પાસે એક આસન પર બેઠા. સહુ આવી ગયા પછી બિભીષણે અંજલિ જોડી, શ્રી રામને વિનંતી કરી :
હે ઉત્તમ પુરુષ! આ અર્ધ-ભારતનો વૈભવ, રત્નોના ઢગલા, સોનાનો વિશાળ ભંડાર, લાખો હાથી અને ઘોડા અને આ સંપૂર્ણ રાક્ષસ-દ્વીપ આપ સ્વીકારો; સર્વસ્વના સ્વામી આપ છો, હું તો આપનો એક સેવક છું. આપ
For Private And Personal Use Only