________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતા મિલન
૭૨૫ પ્રથમમુનિ કાળધર્મ પામી, પાંચમા દેવલોકમાં દેવ થયા. દેવને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. પ્રથમમુનિના જીવે અવધિજ્ઞાનમાં પોતાના પૂર્વજન્મના ભાઈ પશ્ચિમમુનિને રતિવર્ધન રાજા રૂપે જોયા,
પ્રથમમુનિના હૃદયમાં પશ્ચિમમુનિ પ્રત્યેનો ભ્રાતૃસ્નેહ અખંડ હતો. ભલે પશ્ચિમમુનિએ પ્રથમમુનિની શિખામણ અવગણીને નિયાણું કર્યું હતું છતાં પ્રથમમુનિનો સ્નેહ ભગ્ન થયો ન હતો. એ સ્નેહે દેવભવમાં તરત તપાસ કરાવરાવી કે “ભાઈ પશ્ચિમમુનિ ક્યાં છે?'
જ્યારે રતિવર્ધનને સંસારસુખમાં ડૂબી ગયેલો જોયો ત્યારે દેવે વિચાર્યું : “જો આ રીતે જ ભોગસુખમાં ગરકાવ થઈને મરશે તો અવશ્ય દુર્ગતિમાં જશે. એને આત્મભાન કરાવું.'
જો કે દેવો પણ ભોગસુખમાં લીન હોય છે, પરંતુ જે મનુષ્ય જીવનમાં સંયમ જીવન જીવીને દેવ બને છે, તેનો આત્મા દેવલોકનાં દિવ્યસુખોની વચ્ચે પણ જાગ્રત રહે છે અને દિવ્યસુખોના ઉપભોગમાં ખોવાઈ જતો નથી. દેવે મુનિનું રૂપ બનાવ્યું.
રતિવર્ધનરાજાની સભામાં આવ્યા. રાજાએ ઊભા થઈ, મુનિનો સત્કાર કર્યો અને યોગ્ય આસને બિરાજિત કરી, પોતે મુનિનાં ચરણમાં બેસી ગયો.
મુનિરૂપધારી દેવે રતિવર્ધનને ધર્મોપદેશ આપ્યો. સાથે તેનો પશ્ચિમમુનિનો પૂર્વભવ પણ બતાવ્યો. પ્રથમમુનિના જીવ તરીકે પોતાની ઓળખાણ કરાવી. આ બધું સાંભળતાં સાંભળતાં રતિવર્ધનને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ ગયું. દેવના આનંદની સીમા ન રહી. તેણે કહ્યું :
હે બંધુ! હજું કંઈ બગડી ગયું નથી. જાગ્યા ત્યારથી સવાર! આ મનુષ્યલોકના ગંદાં, બીભત્સ અને ક્ષણિક સુખોથી સર્યું. આ સુખોનો ત્યાગ કરી, સંયમ સ્વીકારી, ભવોની પરંપરા સુધારો.”
રતિવર્ધનનું મન ભોગસુખોથી નિવૃત્ત બન્યું. તેણે પોતાની માતા ઇન્દુમુખીને વાત કરી. ઇન્દુમુખી પુત્રની વાત સાંભળી આશ્ચર્ય અનુભવી રહી. રતિવર્ધને જ્યારે ચારિત્ર ગ્રહણ કરવાની વાત કરી ત્યારે ઇન્દુમુખી ઉદ્વિગ્ન બની ગઈ. પરંતુ રતિવર્ધને જ્યારે પોતાના પૂર્વભવની વાત કરી ત્યારે ઇન્દુમુખીએ પ્રસન્નતાથી અનુજ્ઞા આપી. રતિવર્ધને ચારિત્ર સ્વીકાર્યું. કાળધર્મ પામી, પાંચમાં દેવલોકે ગયો.
For Private And Personal Use Only