________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-- --
-
-
-
-
-
-
૮૪. સીતા મિલન : લંકાના યુદ્ધમેદાનમાં હજુ લંકાપતિ રાવણના દેહની રાખ ઠરી પણ ન હતી, મંદોદરી વગેરેનાં આંસુ હજુ સુકાયાં પણ ન હતાં, નગરજનોનો કલ્પાંતધ્વનિ હજુ શમ્યો ન હતો, ત્યાં લંકાના કુસુમાયુધ ઉદ્યાનમાં દેવલોકના હજારો દેવ ઊતરી આવ્યા હતા અને મહોત્સવનાં ઢોલ બજાવી રહ્યા હતા!
મહામુનિ અપ્રમેયબલને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેણે મહોત્સવ મનાવવા દેવો આવ્યા હતા. લંકાની શેરીઓમાં તે જ્ઞાનોત્સવનો ધ્વનિ સંભળાવા લાગ્યો હતો. પ્રભાતે શ્રીરામને આ સમાચાર મળ્યા. રામ-લક્ષ્મણ, કુંભકર્ણાદિ રાક્ષસ પરિવાર સાથે કુસુમાયુધ ઉદ્યાન તરફ ચાલ્યા. સહુનાં હૃદય ઉદ્વિગ્ન હતાં, સંતપ્ત હતાં. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહામુનિ સુવર્ણકમલ પર આરૂઢ થઈ, ધર્મદેશના આપતા હતા. તેમને વંદના કરી, શ્રીરામ વગેરે બેસી ગયા. કેવળજ્ઞાનની પ્રશમરસ રેલાવતી ધર્મદેશનાએ દેવોનાં દિલ પ્રફુલ્લિત કર્યા. માનવોનાં મન પ્રસન્ન કર્યા.
ધર્મોપદેશ પૂર્ણ થયો. ઇન્દ્રજિત અને મેઘવાહન ઊભા થયા. મહામુનિને વંદન કરી તેમણે કહ્યું :
હે વિભો, અમે આ સંસારવાસથી વિરક્ત બન્યા છીએ. પરંતુ અમારા પૂર્વભવો જાણવાની અમને જિજ્ઞાસા છે. આપ ત્રિકાલજ્ઞાની છો. સર્વ જીવોના સર્વ ભવો આપને પ્રત્યક્ષ છે. આપ કૃપા કરીને અમારા પૂર્વભવોનું વર્ણન કરશો તો અમારા વૈરાગ્યમાં વૃદ્ધિ થશે.'
સભામાં શાંતિ છવાઈ ગઈ. દેવો પણ લંકાપતિના પ્રાણપ્રિય પુત્રોના પ્રશ્નોના પ્રત્યુત્તર સાંભળવા આતુર બન્યા. મહામુનિએ. કહ્યું :
કૌશામ્બી નગરી હતી. તેમાં બે ભાઈઓ વસતા હતા. દરિદ્રતાએ તેમને ઘેરી લીધા હતા. એકનું નામ હતું પ્રથમ અને બીજાનું નામ હતું પશ્ચિમ. એક દિવસ કૌશામ્બીમાં ભવદત્ત મહામુનિ પધાર્યા. સહુ નગરજનો મહામુનિની દેશના સાંભળવા ગયા. ધર્મદેશના સાંભળી તેઓને ધનની દરિદ્રતાનું ભાન થઈ ગયું. વિષયોની તૃષ્ણા શાન્ત થઈ ગઈ. તેમણે મહામુનિનાં ચરણોમાં સંસારનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા.”
સાધુ બની, બંને ભાઈઓ પૃથ્વીતલ પર વિહરવા લાગ્યા. તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનથી આત્માને ઉજ્જવળ બનાવવા લાગ્યા. એક દિવસ તેઓ કૌશામ્બીમાં પધાર્યા. કૌશામ્બી ત્યારે વસંત-મહોત્સવના રમણે ચઢી હતી. રંગ-રાગ અને
For Private And Personal Use Only