________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
જૈન રામાયણ શ્રી રામે લંકાના રાજપરિવારને સૌમ્યદૃષ્ટિથી અને સુધારસમય વાણીથી ઉબોધન કર્યું :
હે વીરપુરુષો, તમે પૂર્વવતું તમારું રાજ્ય કરો. પ્રજાનું ક્ષેમકુશળ કરો. અમારે તમારી સંપત્તિનું કોઈ પ્રયોજન નથી. તમારું હું કુશળ ચાહું છું.
શ્રી રામનાં સહાનુભૂતિભય વચન સાંભળી, કુંભકર્ણાદિની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. લંકાના રાજ્યપરિવારે અને મંત્રીઓએ શ્રી રામના ઉદ્દબોધનથી આશ્ચર્ય અનુભવ્યું. સહુ ગદ્ થઈ ગયા. ઇન્દ્રજિત બોલ્યો :
“હે પરાક્રમી પવિત્ર પુરુષ, હવે અમારે વિશાળ રાજ્યનું શું પ્રયોજન છે? હવે રાજ, સત્તા, વૈભવ અને ઇન્દ્રિયોના સુખોથી સર્યું. કોઈ જ પ્રયોજન નથી એ બધાનું. પિતાજીનો વધ અને લંકાનું પતન, એણે અમને સમ્યગ્દષ્ટિ આપી છે. અત્યાર સુધી જે વિનાશી હતું તેને અવિનાશી માન્યું હતું. જે ક્ષણિક હતું તેને શાશ્વત માન્યું હતું. જે દગાખોર હતું તેને વિશ્વાસપાત્ર માન્યું હતું પણ હવે એ માન્યતાઓ અસત્ય સિદ્ધ થઈ ગઈ છે. શેષ જીવન હવે એ વિનાશી, ક્ષણિક અને અવિશ્વસનીય સાંસારિક સુખોના ઉપભોગમાં વ્યતીત નથી કરવું. શેષ જીવન મોક્ષમાર્ગની મંગળમયી આરાધનામાં વ્યતીત કરીશું. ચારિત્ર સ્વીકારી, આત્મનિષ્ઠ બની, કર્મોનો ક્ષય કરવા પુરુષાર્થ કરીશું.'
શ્રી રામ અને લક્ષ્મણજી ઈન્દ્રજિતનાં વિવેકપૂર્ણ વચનો સાંભળી, આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં ઇન્દ્રજિત પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પ્રગટ્યો.
ઇન્દ્રજિત, તું શું બોલે છે? તું સંસારત્યાગ કરીશ? શા માટે? લંકાનું રાજ્ય અમારે જોઈતું નથી, તમે સહુ રાજ્ય ભોગવો અને પ્રસન્ન રહો.” શ્રી રામે ગદ્ગદ્ સ્વરે કહ્યું.
હે પૂજ્ય, આપ લંકાના રાજ્ય ઉપરથી આપના અધિકારો ઉઠાવી લો છો, એ આપની ઉત્તમતા છે, પરંતુ જે લંકાના સામ્રાજ્ય પિતાના વધનું પારિતોષિક આપ્યું, તે સામ્રાજ્ય હવે નિષ્કલંક નથી રહ્યું. હવે તો જે નિષ્કલંક છે, શાશ્વત્ છે, તે મોક્ષ સામ્રાજ્ય જ મેળવી લેવા, પ્રયત્ન કરવો ઉચિત લાગે છે.'
પણ તેથી શું તમારી અપકીર્તિ નહીં થાય? લોકો કહેશે કે “યુદ્ધમાં પરાજિત થયા એટલે સાધુ બની ગયા! ભલે તમારે ચારિત્ર લેવું હોય તો જીવનની ઉત્તરાવસ્થામાં લેજો, પરંતુ અત્યારે.” - “હે મહાવીર! હવે અમારે અપકીર્તિથી શા માટે ડરવું જોઈએ? પરસ્ત્રીના અપહરણથી અમારી અપકીર્તિ શું નથી થઈ? શું સાધુ બનવાથી, એનાથી વધુ
For Private And Personal Use Only