________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮
જૈન રામાયણ તારાં દર્શન નિત નિત કરતાં ધન્ય ધન્ય તે હૃદય કમળને
જ્યાં જિન! આપ વિચરતા...૨ હે જિનવર! તુજ પાદ-સ્પર્શથી
માનવ નિર્મળ બનતો. પારસસ્પર્શે લોહ સુવર્ણ
ચમત્કાર જિમ બનતો. હે પ્રભો! તુજ ચરણકમળમાં
પ્રણામ નિત કરવાથી મમ ભાલે શૃંગાર તિલક હો;
ભવે ભવે હો એ સાથી ૩ ચંદન-પુષ્પો-ફળો ચઢાવ્યાં
તુમ ચરણે જિનરાય રાજ્ય સંપદાની વૃદ્ધિ હો
સદૈવ તુમ દર્શન ભાવ્યાં. જગવિભો હે ભગવાન! મારી
એ જ પ્રાર્થના પુનઃ પુનઃ ભવે ભવે મળજો. તુમ ભક્તિ
કરું વિનંતી પુનઃ પુનઃ...૪ લંકાપતિએ અક્ષમાળા હાથમાં લીધી અને વિદ્યાસાધના શરૂ કરી. મંદોદરીએ ગૃહચૈત્યના દ્વારે ઊભેલા સેનાપતિ યમદંડને કહ્યું :
“લંકામાં ઢંઢેરો પિટાવી દો કે સર્વ લંકાવાસી મનુષ્યો આજથી આઠ દિવસ જિનધર્મની આરાધનામાં લીન રહે. કોઈ હિંસા ન કરે, ચોરી ન કરે, અબ્રહ્મનું સેવન ન કરે, વેપાર કે આરંભ, સમારંભ ન કરે. જે કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને રાજદંડ આપવામાં આવશે, તેનો વધ થશે.”
યમદંડે મંદોદરીની આજ્ઞા શિરોધાર્ય કરી અને લંકામાં ઘોષણા કરાવી દીધી. નગરવાસીઓએ અણધારી આવી ઘોષણા સંભાળી, આશ્ચર્ય અનુભવ્યું.
For Private And Personal Use Only